અંબાજી:- સસ્તા અનાજની દુકાન પરથી વિનામુલ્યે અનાજનું વિતરણ શરૂ કરાયું.
રાજ્ય સરકાર દ્વારા લોકડાઉનની સ્થિતિમાં રેશનકાર્ડ ધરાવતા પરિવારોને વિનામુલ્યે અનાજ વિતરણનો આજથી પ્રારંભ કરવામાં આવ્યો છે.જેથી સરકાર દ્વારા તમામ ગરીબોને વિનામૂલ્યે અનાજ વિતરણ કરવાની જાહેરાત કરી હતી જેને પગલે આજથી અનાજ વિતરણ કરવામાં આવ્યુ છે પહેલા દિવસે જ કેટલીક જગ્યાએ હોબાળા થયા હતા. લાંબી લાઈનો સાથે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા લોકો કોઈ પણ પ્રકારના નિયમોનું પાલન કર્યા વિના ટોળે વળીને પડાપડી કરતા પણ નજરે પડ્યાં હતા બીજી બાજુ લોકોની ભીડ જોતા દુકાનદારો પણ મુંઝવણમાં મુકાઈ ગયા છે. સમગ્ર પરિસ્થિતિને કેવી રીતે સંભાળવી અને આટલા બધા લોકોને કેવી રીતે સાચવવા તે એક પ્રશ્ન ઉભો થયો છે
બાઈટ :- અમરત ઓડ – પંડિત દિનદયાળ ગ્રાહક ભંડાર, અંબાજી
રિપોર્ટર સુરેશ જોશી અંબાજી