*અખીલ ગુજરાત વિદ્યુત કામદાર સંઘ અને G.E.B. એન્જી.એસો. ની રજૂઆત સફળ નિવડી. વીજ કર્મીઓને કોરોના સામે રૂા.૨૫ લાખનું સુરક્ષા કવચ.*
*રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ લોકડાઉન દરમિયાન વીજળીની ખાસ જરૂરીયાત ઉભી થઈ રહી છે. લોકો ઘર બેઠા વીજ ઉપકરણનો વધુને વધુ ઉપયોગ કરી પોતાનો સમય પસાર કરી રહ્યાં છે. આ દરમિયાન લોકોને વીજ પુરવઠો પુરો પાડવા માટે વીજ કર્મચારીઓ દિવસ-રાત પોતાની ફરજ નિષ્ઠાભેર બજાવી રહ્યાં છે. ગ્રાઉન્ડ પર ખડેપગે ફરજ બજાવતો સ્ટાફ સામાન્ય પરિવારમાંથી આવતો હોય છે. અને તેઓને ફરજ દરમિયાન કોરોનાનું સંક્રમણ લાગે તેનું પુરેપુરુ જોખમ પણ હોય છે. તેવામાં સરકારે વિવિધ કર્મચારીઓ માટે સુરક્ષા કવચની જાહેરાત કરી પરંતુ તેમાં વીજ કર્મચારીઓને બાકાત રાખ્યા હોય. આ મામલે વિવિધ યુનિયનોએ નારાજગી દર્શાવી હતી. અને ઉર્જા વિભાગને રજૂઆત કરી હતી કે, પોતાના જાનના જોખમે સતત ફિલ્ડમાં દોડતા વીજ કર્મચારીઓનું જો કોરોનાથી મોત થાય તો તેના પરિવારને રૂા.૨૫ લાખની સહાય સરકાર દ્વારા ચૂકવવામાં આવે. આ રજૂઆતોને ધ્યાને લઈ G.U.V.N.L.A. પરિપત્ર જાહેર કરીને વીજ કર્મચારીઓ જો કોરોનાની મહામારીનો ભોગ બને તો રૂ.૨૫ લાખની આર્થિક સહાય આપવાની જાહેરાત કરી છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*