Dear Bhaveshbhai,
અમરેલી – પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલ CBSE – દ્વારા શાળા ના વિદ્યાર્થી ઓ ના ભણતર માં આ લોકડાઉંન ના કારણે વિપરીત અસર ના પડે તેમજ અભ્યાસ થી સદંતર દૂર ના થાય જાય તે હેતુ થી ઓન લાઈન વર્ગો શરુ કરવામાં આવ્યા છે। ઈન્ટરનેટ ના માધ્યમ થી ઓન લાઈન એપ દ્વારા આ કાર્ય હાથ ધરવામા આવેલ છે। ઓન લાઈન અભ્યાસક્રમ માં શાળા ના મુખ્યો વિષય સાથોસાથ મ્યુઝિક, ચિત્રકલા વગેરે વિષયો પણ બાળકો ને શીખવવામાં આવે છે। સમગ્ર ઓન લાઈન તાલીમ નું માર્ગ દર્શન શાળા ના મુખ્ય કાર્યાલય ના વિભાગ પોદાર ઇનોવેશન સેંટર દ્વારા કરવામાં આવી રહ્યું છે। આ વર્ગો માં વિદ્યાર્થી ઓ ને તાલીમ ની સાથે ગૃહકાર્ય, પ્રેક્ટિસ વર્ક શીટ પણ મળી રહે છે।
આ કાર્યક્રમ માટે શાળા ના વાલીઓ એ પોતાનો અભિપ્રાય આપી ખુશી વ્યકત કરતા આ ઓન લાઈન વર્ગો ની ખુબજ સરાહના કરી છે।