Gujarat

અમેરિકામાં સ્થિતિ ગંભીર: ન્યૂયોર્ક બીજું વુહાન

વિશ્વ ભરમાં અત્યારે અમેરિકાની હાલત સૌથી ખરાબ દેખાઈ રહી છે અને તે વિશ્ર્વમાં ત્રીજા નંબરનું જોખમી કેન્દ્ર બની ગયું છે અને અત્યાર સુધીમાં ૪૭૫ લોકોના મૃત્યુ થયા છે. એક દિવસમાં ૧૯ના મોત થયા છે. અમેરિકાના કુલ ૧૬ રાયો ઘરોમાં કેદ છે. ન્યૂયોર્ક શહેરમાં રહેવું અને અહીં કામ કરવું દુનિયાભરના લોકોનું સપનું હોય છે. પણ કોરોના સંકટે શહેરને ઝપેટમાં લઇ લીધું છે. અત્યારે આખા શહેરમાં માત્ર સાયરનના જ અવાજ સાંભળવા મળે છે. ચીનના વુહાનથી શ થયેલા કોરોનાએ ન્યૂયોર્કને પંજામાં જકડી લીધું છે. ૨૪ કલાકામાં આ વિસ્તારમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા ડબલ થઇ ગઇ. અમેરિકામાં મૃત્યુ આકં ૪૭૫ જેટલો થઇ ગયો છે. એક જ દિવસમાં ૧૪૦૦૦થી વધારે નવા કેસો સાથે કોરોના પોઝિટિવ કેસની સંખ્યા ૩૫૦૦૦થી વધારે થઈ ગઇ છે. સૌથી વધુ કેસોમાં અમેરિકા વિશ્વમાં ત્રીજા ક્રમે આવી ગયું છે. અમેરિકામાં હોટેલ, સ્ટેડિયમ હોસ્પિટલમાં ફેરવાઇ રહ્યા છે. એકલા ન્યૂયોર્કમાં ૨૦ હજાર આસપાસ કેસ છે. અમેરિકામાં કુલ ૪૭૫ના મૃત્યુ થયા છે અને કુલ ૯.૬ કરોડ લોકો ઘરોમાં કેદ થયા છે.
અમેરિકામાં ન્યૂયોર્ક સિટી રિજિયન કોરોના વાઈરસનું એપીસેન્ટર સાબિત થઇ રહ્યું છે. દુનિયાના કુલ પોઝિટિવ કેસમાંથી ૫ ટકા ન્યૂયોર્ક સિટી રિજિયનમાં હોવાના આંકડા સામે આવી રહ્યા છે. આ વિસ્તારમાં પહેલો કેસ બહાર આવ્યાના ત્રણ અઠવાડિયામાં જ આ ગંભીર સ્થિતિ સર્જાઇ છે. ઘણી બધી શેરીઓ બધં કરી દેવાના નિર્ણયો પણ લેવામાં આવ્યા છે. ટેમ્પરરી હોસ્પિટલ પણ જાહેરાત કરાઇ હતી. ન્યૂયોર્કમાં દર્દીઓની વધતી સંખ્યાના પગલે વેન્ટીલેટર અને માસ્કની તંગી પણ સર્જાઇ છે.

ન્યૂયોર્ક ટાઇમ્સના અહેવાલ મુજબ, ન્યૂયોર્ક સ્ટેટમાં ૨૦ હજાર કેસ પોઝિટિવ આવ્યા છે. જેમાંથી મોટાભાગના કેસ ન્યૂયોર્ક સિટી રીઝિયનમાં છે. આ સંખ્યા આખા અમેરિકાના કુલ કેસ ૩૫ હજારની અડધી છે. દુનિયામાં ૩ લાખથી વધારે કેસ પોઝિટિવ છે. ન્યૂયોર્ક સ્ટેટમાં દર આઠ દર્દીએ એક હોસ્પિટલમાં છે યારે ૧૫૦થી વધારે લોકોનાં મૃત્યું થયા છે. મોટાભાગના મૃતકો ૭૦ વર્ષથી ઉપરના હતા. તમામ લોકોને માત્ર ઇમરજન્સીમાં જ ઘરની બહાર નીકળવા સૂચના આપવામાં આવી છે.
ન્યૂયોર્ક સ્ટેટની ઇકોનોમી મજબૂત ગણાય છે. અમેરિકાની કુલ ઇકોનોમીમાં ન્યૂયોર્કનો ફાળો ૮ ટકા જેટલો છે. ન્યૂયોર્કની અત્યારની સ્થિતિ અમેરિકાની ઇકોનોમી પર અસર પાડી શકે છે જેની સીધી અસર સમગ્ર વિશ્વની ઇકોનોમી પર પડશે. નિષ્ણાતોના મતે, બહત્પ મોટા પાયે વૈશ્વિક મંદીના એંધાણ છે.
અર્થતંત્રની અગાઉ કયારેય આવી સ્થિતિ જોઈ ન હતી. ન્યૂ યોર્ક સહિત મુખ્ય શહેર લગભગ લોકડાઉનમાંથી પસાર થઈ રહ્યું છે. ન્યુયોર્ક રાયમાં આવશ્યક સેવાઓને બાદ કરતા તમામને બધં કરવા કહેવામાં આવ્યું છે. યુદ્ધના સમયે પણ આ પ્રકારનું સંકટ હતું. આ મહામંદીથી પણ વધારે સ્થિતિ બગાડી શકે છે. મોર્ગન સ્ટેન્લી બેન્કના મુખ્ય અર્થશાક્રી એલન જેન્ટનરે કહ્યું છે કે અગાઉ કયારેય મંદીના સમયમાંથી બહાર નિકળતા અટકાવી શકયા નથી. તેમનું કહેવું છે કે મોટી કંપનીઓની તુલનામાં નાની કંપની પર ખૂબ જ અસર થશે. જાન્યુઆરી સુધી અર્થવ્યવસ્થાની ગતિ સંપૂર્ણપણે અટકી ગઈ હતી, તે હવે અટકી ગયેલ છે. અર્થશાક્રીઓને દરરોજ તેમના મોડલમાં સુધારો કરવો પડે છે. રેટિંગ એજન્સિ ક્રેડિટ સુઈસે કહ્યું છે કે નજીક ભવિષ્યમાં આર્થિક આંકડા ફકત ખરાબ જ નથી પણ અકલ્પનીય હશે.
અમેરિકી શ્રમ વિભાગે કહ્યું છે કે છેલ્લા કેટલાક સાહ બેરોજગારીનો દર ઉછળી ૩૦ ટકા પહોંચી ગઈ હતી. છટણીના દાયરામાં આગામી સમયમાં લોકોની સંખ્યા પિયા ૨.૮૧ હજાર હતી. હવે આ સંખ્યા ખૂબ જ નાની લાગી રહી છે.

ગોલ્ડમેન સાકસનો દાવો છે કે આગામી સાહ સુધી આંકડો ૨૨ લાખ સુધી પહોંચે તેવી આશંકા છે. ડેકોનું કહેવું છે કે બેરોજગારીનો દર એપ્રિલમાં ૧૦ ટકા થઈ શકે છે. આ હિસાબથી જોઈએ તો ૧.૬૫ કરોડ લોકોની નોકરી જઈ શકે છે. ગયા મહિને મંદી બાદ આ પ્રકારની સ્થિતિ જોવા મળી નથી. આગામી મહિનામાં બેરોજગારીનો દર વધારે વધશે. અમેરિકી ટ્રેઝરી સેક્રેટરી સ્ટીવન નુચિને ૨૦ ટકા બેકારીની આશંકા દર્શાવી છે.
ગ્રાહકો વસ્તુની ઘટતી માંગ, વ્યવસાયિક પ્રવૃત્તિઓની પડતર ઠપ્પ હોવુ, નોકરીઓ જવાથી આર્થિક સંકટ ઝડપી ગતિથી વધી રહી છે. ડેકોના મતે આશરે ત્રણ ચતૃથાસ આર્થિક ગતિવિધિ કન્યુમર ખર્ચથી આગળ વધે છે. અગાઉની તુલનામાં હવે બિઝનેસ કન્યુમર પર વધારે આશ્રિત છે. ઓઈલના મૂલ્યને લઈ રશિયા અને સાઉદી અરેબિયાના વિવાદે આગમાં ઘી નાંખવાનું કામ કયુ છે. સસ્તા ઓઈલની સ્થિત જોવા મળે છે. અમેરિકાના ઉર્જા ઉધોગને ઝાટકો પડી શકે છે

image_1585032408.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *