રિપોટૅર – ધવલ ઠકકર પાટણ લોકડાઉનની સ્થિતિ દરમિયાન દિવસભર પાલનપુરની પોલીસ રોડ પર ઉભી રહે છે ત્યારે રાત્રે શહેરનો કેવો માહોલ છે આખી રાત કેવી રીતે પસાર કરે છે. દિલ્હી ગેટ પરથી મોટાભાગે 108 રાત્રે અહીંથી પસાર થાય છેરાત્રિના 11:15 વાગ્યાનો સમય છે. પાલનપુર શહેરના દિલ્હીગેટ વિસ્તારમાં 3 હોમગાર્ડ જવાન અને પોલીસ કોન્સ્ટેબલ જોવા મળ્યા. જેમાં પોલીસ કોન્સ્ટેબલ સ્વામી વિવેકાનંદની મૂર્તિ આગળ કંઈક વાંચી રહ્યા હતા. તેમને પુછ્યું તો જણાવ્યું કે આજે રાત્રે મારે નાઈટ છે સવારે 8 વાગ્યા સુધી અહીં ફરજમાં રહેવાનું છે. જે કોઇ શંકાસ્પદ નીકળે છે તેને ઊભા રાખીને કારણ પૂછીએ છીએ મોટાભાગે 108 રાત્રે અહીંથી કોઈ ઇમરજન્સી દર્દીને સારવાર માટે પાલનપુર સિવિલમાં કે ખાનગી દવાખાનામાં લઇ જતી હોય છે.’ગુરુનાનક ચોકમાં જ્યાં સ્ટાફ તમામના પુરાવા રાત્રે 12 વાગે પણ ચેક કરે છેદિલ્હીગેટથી અમીરરોડ ચાર રસ્તા થઇ સુરેશ મહેતા ચોક પર એટીએમ આગળ કેટલાક સ્ટાફ જોવા મળ્યો. અહીં ફરજમાં હાજર હોમગાર્ડ જવાને જણાવ્યું કે “રાત્રે એક વાગ્યા પછી બનાસડેરીના વાહનોની અવરજવર સૌથી વધુ હોય છે. એ સિવાયના કોઈ વાહનો ભાગ્યે જ જોવા મળે છે. રાત્રિના બાર વાગ્યા આસપાસ ગુરુનાનક ચોકમાં મહિલા પોલીસ કર્મી ઉપરાંત પૂર્વ પોલીસ મથકના સ્ટાફને હોમગાર્ડ જવાનોનો બંદોબસ્ત હતો. અહીં એકલ દોકલ રાત્રે સેવા અર્થે નીકળતા લોકોના પાસ જોઈને જવા દેવાતા હતા.કોઝી વિસ્તારમાં સેવાભાવી લોકો ચા પીવડાતાંરાત્રીના 12:20 વાગ્યાનો સમય હતો. કોઝી વિસ્તારના પોલીસ કર્મીઓ બેઠા હતા ત્યારે એક વાહનમાંથી બે ભાઈ ઉતરીને બધાને હેતથી ચા પીવડાવી કહ્યું તમે બધા રાત્રે જાગી અમારી સેવા કરો છો તો અમારી પણ ફરજ બને છે.એરોમાં સર્કલની જ્યાં કાર થોભાવીને પૂછતાછ”સાડા બાર વાગે શહેરના એરોમાં સર્કલ પર પશ્ચિમ પોલીસ મથકના સ્ટાફ ઉપરાંત ત્રણ મહિલા પોલીસકર્મીઓ પણ ફરજ પર કાર્યરત હતી. રાત્રે 12:45 વાગે એક દર્દીને ઇમરજન્સી સારવાર માટે પરિવારજનો પોતાની કારમાં પાલનપુર લાવતા પોલીસકર્મીઓએ રોકી પૂછપરછ કરી હતી.