ઉપલેટા:-લોકડાઉન છેલ્લા દોઢેક માસથી ધંધા રોજગાર બંધ હોવાથી નાના વેપારીઓ આથિક રીતે પાયમાલ થઈ ગયા છે ઉપલેટા ઓરેંજ જોનમાં આવતું હોવા છતાં સરકારના આદેશ મુજબ ધંધા રોજગાર ખોલવા દેવામાં આવતા નથી તે બાબતે સ્થાનીક ભાજપના આગેવાનો ઉચ્ચ કક્ષાએ રજુઆતો કરી ચેમ્બરના આગેવાનોને દુકાન ખોલવા વેપારીઓને જણાવે હજુ વેપારીઓએ દુકાન ખોલવાનો પરીપત્ર પુરો વાચ્યો ન હોય ત્યાં બીજો પત્ર આવે કે ભાઈ કોઈ દુકાન ખોલતા નહી અધિકારીઓએ ના પાડી છે આવા રમતા નથી રમતા જેવા બાળકોની રમત જેવા નિર્ણયથી સ્થાનીક આગેવાનો પ્રત્યે લોકો માં અસંતોષનું વાતાવરણ ઉભું થવા પામેલ છે કારણકે ઓરેંજ જોનના અન્ય શહેર ગામોમાં દુકાનો ખોલવાની મંજુરી મળી છે ત્યારે આ બાબતને પ્રદેશ મોવળી મંડળના આગેવાનો ગંભીરતા લ્યે સ્થાનીકમાં આવા રોજ જુદા જુદા મસેજ થી શહેરના વેપારીઓ તથા લોકો ગુમરાહ થાય છે
રિપોર્ટ:-વિપુલ ધામેચા ઉપલેટા