: સ્વૈચ્છિક પોલીસ સેવા:
ઉપલેટામાં નિવૃત પોલીસ એ.એસ.આઈ દ્વારા કોરોના ની મહામારી સામે લડવા પોતાની સ્વૈચ્છિક પોલીસ સેવા આપતા પોલીસ કર્મી.
: રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં નિવૃત થયેલ એ.એસ.આઈ. હમીરભાઈ ગોવિંદભાઈ લુણસીયા પોલીસ ફોર્સ માં ૩૩ વરસ થી ફરજ બજાવતા હતા અને તા. ૩૧-૦૧-૨૦૨૦ ના રોજ નિવૃત્ત થયાં હતાં. નિવૃત હોવા છતાં પણ કોરોના મહામારી સામે લડવા પોલીસ ફોર્સમાં મારી અત્યારે જરૂર છે અને પોલીસ ફોર્સને મદદરૂપ થઈ શકાય તે હેતુસર ઉપલેટા વિસ્તારમાં પોતાની અવિરત સેવા આપી રહ્યા છે. સમગ્ર દેશ અને દુનિયામાં કોરોના વાયરસ પોતાની મહામારી ફેલાવીને અનેક લોકોનો ભોગ લઈ રહ્યો છે અને અનેક લોકોને પોતાની ઝપેટમાં લઈ રહ્યો છે તે માટે વડાપ્રધાન દ્વારા દેશ માં ૨૧ દિવસ નું લોક ડાઉન જાહેર કરેલ છે. સરકાર અને તંત્ર દ્વારા તકેદારી અને સાવચેતીના ભાગરૂપે અનેક વ્યવસ્થાઓ કરવામાં આવી છે જેમાં પોલીસ તંત્ર પણ લોકોમાં વાઈરસ કે ચેપ ન ફેલાય તે હેતુસર ખડે પગે બિનજરૂરી આવન-જાવન કરતાં લોકોને રોકે છે અને પરત ઘરે મોકલી દેવામાં આવે છે. ઉપરાંત જરૂરી કામથી નીકળેલા લોકો ને પણ સાવચેતી જાળવી રાખવાનું અને માસ્ક પહેર્યા વગર નહી નીકળવાનું પણ વિનંતી સાથે હાથ જોડી સૂચન કરી રહ્યા છે. આવી તમામ કામગીરી અને વ્યવસ્થા માટે હાલ પોલીસ ફોર્સ માં લોકો ની ખુબ જરૂર છે જે હેતુસર આ નિવૃત એ.એસ.આઈ. દ્વારા પોતાની અવિરત સેવા આપવા આગળ આવ્યા છે અને હાલ તેઓ વ્યવસ્થા અને સાવચેતી તેમજ લોકોને વિનંતી કરી રહ્યા છે કે બિનજરૂરી ન નીકળવું અને સાથે સાથે તેમના ફોર્સને પણ કહી રહ્યા છે કે જરૂર પડે ત્યાં સુધી હું અવિરત પણે સેવા આપવા પણ તૈયાર છું. આ નિવૃત સેવા આપતા પોલીસ કર્મી દ્વારા લોકોને બિનજરૂરી ન નીકળવા અને પોલીસ તંત્ર ને પૂરો સહયોગ આપવા પણ વિનંતી આ પોલીસ કર્મી દ્વારા કરવામાં આવી રહી છે.
બાઈટ : હમીરભાઈ લુણસીયા (નિવૃત, એ.એસ.આઈ. ઉપલેટા)
રિપોર્ટ : આશિષ લાલકિયા – ઉપલેટા