ઉપલેટા વિસ્તારમાંથી પસાર થતી ભાદર મોજ અને વેણુ નદી માંથી છેલ્લા ઘણા સમયથી સતત રેતી ચોરી થતી હોવાની ફરિયાદો તંત્ર પાસે આવે છે ખનીજ ચોરો વચ્ચેની મિલીભગતના કારણે કોઈ પગલાં લેવામાં આવતા નથી આ દરમિયાન ઉપલેટામા રહેતા જેઠાભાઈ લાખાભાઈ ભારાઈએ ખાણ ખનીજ વિભાગ રાજકોટને માં ફરિયાદ કરી ઉપલેટા અને ડુમીયાણી ના મળીને આઠ લોકો રાત્રે અને દિવસે ભાદર નદી માંથી ટ્રેકટર દ્વારા રેતી ચોરી કરી એક જગ્યાએ રેતી નો જથ્થો ભેગો કરી ટ્રક અને ડમ્પર દ્વારા ચોરી રેતીનું નું વેચાણ કરતા હોવાની ફરિયાદ ખાણ ખનીજ ખાતા માં કરેલ હતી આ ફરિયાદમાં ડુમીયાણી વાળા આઠ વ્યક્તિ રેતી ચોરી કરતા હોવાની ફરિયાદ ખાણ ખનીજ વિભાગ માં કરતા ખનીજ વિભાગના અધિકારીઓ સંજયભાઈ બારૈયા દિગ્વિજયસિંહ ગોહિલ વગેરે આવી તપાસ કરતા ફરિયાદ વાળા સ્થળે 2216 ટન ગેરકાયદેસર રેતી નો જથ્થો મળી આવ્યો હતો અત્યારે તેની કિંમત સાડા સાત લાખ રૂપિયા જેવી થતી હોય ખાણ ખનીજ વિભાગના અધિકારીઓએ જેઠાભાઈ લાખાભાઈ ભારાઈની કરાયેલી ફરિયાદના આધારે આઠ વ્યક્તિ સામે ગેરકાયદેસર રેતી નો જથ્થો સીઝ કરીયો
રિપોર્ટ:- વિપુલ ધામેચા ઉપલેટા