Gujarat

એકતા બ્લડ ગ્રુપ ની સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સહયોગ થી સેવા કરવા નો મોકો મળ્યો

સમગ્ર ભારત માં કોરોના ના કારણે લોકડાઉન છે તેયારે આજ તા.25/03/2020 ના રોજ એકતા બ્લડ ગ્રુપ માધાપર દ્વારા રોડ પર જે લોકો રોજ નું કમાઈ ને રાત્રે પોતાનું તેમજ તેમના પરિવાર નો પેટ ભરતા હોય એવા લોકો કામ-ધંધો બંધ હોવા ના કારણે ભૂખ્યા સુઈ જતા હોય છે એવા પરિવાર ના બાળકો. માતાઓ.વડીલો.સાધુ-ફકીર તેમજ ભૂખ્યા લોકો ને તાજું બનાવેલ જમવાનું પીરસવામાં આવ્યું.
એકતા બ્લડ ગ્રુપ ની સાથે રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સહયોગ થી સેવા કરવા નો મોકો મળ્યો.
આ સેવાકીય પ્રવૃત્તિ માં રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના નરેશ મહેશ્વરી સાથે એકતા બ્લડ ગ્રુપ ના પ્રમુખ હનીફભાઈ સમાં.શાંતિલાલ મહેશ્વરી.આસીફ મોગલ.અનિશ મોગલ તેમજ એકતા બ્લડ ગ્રુપ ના તમામ સાથીઓ જોડાયા હતા.
*એકતા બ્લડ ગ્રુપ અને રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ના સહયોગ થિ*
તેવું હનીફ ભાઈ સમા એ પોતા ની યાદીમાં જણાવ્યું હતું
*રિપોર્ટર સૈયદ ઇસ્માઇલશા

IMG-20200326-WA0018-1.jpg IMG-20200326-WA0015-2.jpg IMG-20200326-WA0011-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *