*કેન્દ્ર સરકારે પેટ્રોલ પર ૧૦ અને ડીઝલ પર ૧૩ રૂપિયા એક્સાઈસ ડ્યૂટી અને રોડ સેસ વધાર્યા ગ્રાહકો માટે નહીં થાય ભાવ વધારો.*
*રાજકોટ શહેર તા.૬.૫.૨૦૨૦ ના રોજ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલ પર એક્સાઈઝ ડ્યૂટી અને રોડ સેસ વધારી દીધા છે. પરંતુ રાહતના સમાચાર એ છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવ ગ્રાહકો માટે વધશે પણ જેમ છે. તેમ યથાવત રહેશે. પેટ્રોલ પર ૮ રૂપિયા રોડ સેસ અને ૨ રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી. આ રીતે પેટ્રોલ પર ૧૦ રૂપિયા પ્રતિ લીટર વધારો થયો. ડીઝલ ઉપર પણ ૮ રૂપિયા રોડ સેસ અને ૫ રૂપિયા એક્સાઈઝ ડ્યૂટી વધારવામાં આવી છે. કુલ.૧૩ રૂપિયા પ્રતિ લીટર ડીઝલ પર ભાવ વધારો થયો. વધેલા ભાવ મધરાતથી લાગુ થઈ ગયા છે. એક્સાઈઝ ડ્યૂટી અને રોડ સેસ વધવા છતાં ગ્રાહકો માટે ભાવ વધારો થશે નહીં કારણ કે કંપનીઓએ આ વધેલા ભાવ ક્ન્ઝ્યૂમર પાસ ઓન કરવાનો નિર્ણય લીધો નથી. પરંતુ તેઓ પોતે વેઠશે. આ ભાવવધારાથી સરકારને જે ફાયદો થશે તે ઈન્ફ્રાસ્ટ્રક્ચર પર ખર્ચ કરવામાં આવશે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*