રાજ્યસભાની ચૂંટણી પહેલા ફરી એકવાર રાજ્યમાં રાજકીય ઘમાસાણ ફેલાયું છે. રાજકીય તોડફોડ શરૂ થઈ છે. જેમાં કોંગ્રેસને દર વખતની જેમ જે ડર હતો તે જ થયું. ભાજપે રાજ્યસભાની ચૂંટણીમાં નરહરિ અમીનના રૂપમાં ત્રીજું પાસું ખેલ્યું અને આ તરફ કોંગ્રેસમાંથી વિકેટો ખડવાનું શરૂ થઈ ગયું છે. એક તરફ કોંગ્રેસ પોતાના ધારસભ્યોને હોટેલોમાં ફેરવતી રહી કે, ત્યાં ભાજપે ગુજરાતમાં ખેલ પાડી દીધો અને ચાર ધારાસભ્યોની વિકેટ ખડી ગઈ છે.
- ભાજપ ખરીદ સંઘ તો કોંગ્રેસી બિકાઉ?
- કોંગ્રેસના ચાર ધારાસભ્યોની વિકેટ ખડી
- હજુ કોંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્યોની વિકેટ ખડવાની તૈયારી
ભાજપ કહેતું હતું કે કોંગ્રેસના ધારાસભ્યો આવી રહ્યા છે. ત્યારે હવે ધારીના ધારાસભ્ય જે.વી.કાકડિયા, લીંબડીના ધારાસભ્ય સોમા પટેલ, અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજા, અને ગઢડાના ધારાસભ્ય પ્રવિણ મારૂએ રાજીનામું આપી દીધું છે. જોકે આ ચાર વિકેટ ખડતાની સાથે જ કોંગ્રેસની ગાડી પાટા પરથી ખડી ગઈ છે. કારણ કે, આ ચાર ધારાસભ્યોની વિકેટ ખડવી કોંગ્રેસ માટે ખુબ મોટો ઝટકો છે.
હજુ કોંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્યોની વિકેટ ખડવાની તૈયારી
ભાજપે નરહરિ અમીનનું પત્તું ખેલતાની સાથે જ કોંગ્રેસમાંથી વિકેટો ખડવાની શરૂ થઈ ગઈ છે. જોકે આ તો શરૂઆત છે સાચો ખેલ તો બાકી છે. કારણ કે, હજુ પણ કોંગ્રેસમાંથી કેટલાક ધારાસભ્યોની વિકેટ ખડવાની તૈયારીમાં છે. જે ધારાસભ્યોના નામ ચર્ચામાં છે. તેમાં સૌથી પહેલા જંબુસરના ધારાસભ્ય સંજય સોલંકીનું નામ સામે આવી રહ્યું છે. જે હાલ નારાજ ચાલી રહ્યા છે અને ધારાસભ્યોની સાથે પણ નથી. બીજું નામ કરજણના ધારાસભ્ય અક્ષય પટેલનું સામે આવી રહ્યું છે જે પણ હાલ નારાજ ચાલી રહ્યા છે. જ્યારે ત્રણ ધારાસભ્યો એટલે કે જૂનાગઢના ધારાસભ્ય ભીખા જોશી, માંગરોળના ધારાસભ્ય બાબુભાઈ વાજા અને ધરમપુરના ધારાસભ્ય જીતુ ચૌધરી હાલ પોતના જ ઘરે છે. જેમનું પણ હજું કાંઈ નક્કી નથી. ડાંગના ધારાસભ્ય મંગળ ગાવિત પણ રાજીનામું આપે તેવી શક્યતાઓ છે.
Source: VTV News Gujarati (For Development Purpose)