કોરોના વાયરસે વિશ્વના મોટાભાગના દેશોને પોતાની ચપેટમાં લઈ લીધા છે. આ જીવલેણ વાયરસથી બચવા માટે જે–તે દેશની સરકાર લોકોને વારંવાર સ્વચ્છ પાણી અને સાબુથી હાથ ધોવાનું કહી રહી છે. પરંતુ દુનિયાના ૩૦૦ કરોડ લોકો એટલે કે વૈશ્વિક વસ્તીના ૪૦ ટકા લોકો એવા છે જેમની પાસે આ બેઝિક સુવિધા નથી.
ગઈકાલે એટલે કે રવિવારે વિશ્વ જળ દિવસની ઉજવણી કરવામાં આવી. આ દિવસે નિષ્ણાતોએ હકીકત પરથી પડદો ઊચકાવતા કહ્યું કે, ૧૯ના ફેલાવા વચ્ચે દુનિયાભરના ગરીબો ભય હેઠળ જીવી રહ્યા છે.
ડબલ્યુએચઓ અને યુનિસેફના રિપોર્ટ પ્રમાણે, ૩૦૦ કરોડમાંથી ૧૬૦ કરોડ લોકો પાસે સાબુ અને પાણીની સુવિધા ખૂબ જ ઓછી છે યારે બાકીના ૧૪૦ કરોડ લોકો પાસે કોઈ સુવિધા જ નથી.
એ તેને વૈશ્વિક સ્વચ્છતા કટોકટી તરીકે દર્શાવતા કહ્યું કે, વૈશ્વિક સ્તરે ૬માંથી એક હેલ્થકેર ફેસિલિટી પાસે હાઈઝિનની સુવિધા નથી, એટલે કે ત્યાં શૌચાલયમાં પાણી અને સાબુની સુવિધાનો અભાવ છે