Gujarat

જન્મદિવસ શુભેચ્છા 🎂           – સંજય મર્દનીયા         જન્મ તા.૩૦/૩/૧૯૮૪ ફોટો……. જામનગરના યુવા લેખક/પત્રકાર સંજય મર્દનીયાનો આજે જન્મદિવસ

🎂 જન્મદિવસ શુભેચ્છા 🎂
– સંજય મર્દનીયા
જન્મ તા.૩૦/૩/૧૯૮૪
ફોટો…….
જામનગરના યુવા લેખક/પત્રકાર સંજય મર્દનીયાનો આજે જન્મદિવસ

દેવભૂમિ દ્વારકા જિલ્લાના જામકલ્યાણપુર તાલુકાના બાંકોડી ગામમાં સંજયભાઈનો જન્મ થયો,તેમના પિતાનું નામ શ્રી ભીખાભાઈ મર્દનીયા તેમજ માતાનું નામ શ્રીમતી લક્ષ્મીબેન છે,

તેઓએ પ્રાથમિક શાળા બાંકોડી ખાતે અને ત્યારબાદ એલ.બી.બી.માધ્યમિક શાળામાં શિક્ષણ મેળવ્યું,તેમણે અભ્યાસની સાથે-સાથે શાળામાં રમત-ગમત,વૃક્ષારોપણ, વકૃત્વ સ્પર્ધા,નિબંધ સુલેખન,અભિનય,વિજ્ઞાનમેળા તેમજ યુવા મહોત્સવ જેવા હરીફાઈના કાર્યક્રમમાં અગ્રેસર રહ્યા છે,અને અનેક સન્માનપત્રો મેળવી ચુક્યા છે,અને તેઓ તેમના ગામમાં સાંસ્કૃતિક અને ધાર્મિક કાર્યક્રમોમાં સેવાકીય પ્રવૃત્તિમાં જોડાયેલા છે,અને તેઓ અભિનય કરવાનો શોખ ધરાવે છે,

સમૃદ્ધ કલ્પના અને બૃહદ વિચાર સૃષ્ટિ ધરાવનાર સંજયે નાનપણથી જ કલમને પ્રિય બનાવી અને પત્રકારત્વ ક્ષેત્રમાં તેમજ લેખક કવિ તરીકે પોતાની આગવી ઓળખ ઉભી કરી,

લેખક તરીકે તેમનું પહેલું પુસ્તક “ઘૂમતું ઋતુ ચકડોળ” પ્રકાશમાં આવ્યું,અને તેમની કૃતિઓ ગુજરાતના અગ્રીમ અખબારો અને વિવિધ સામાયિકોમાં પણ પ્રગટ થઈ છે,

આટલી નાની વયે લેખક,કવિ તરીકે પ્રગતિ કરવા બદલ જામનગર મહાનગરપાલિકા દ્વારા મેયર એવોર્ડથી પણ સન્માનિત કરવામાં આવ્યા છે, તેમજ આજકાલ સાંધ્ય દૈનિકના કોલમિસ્ટ,લેખક સંપાદક, દિવ્યકાંત પટેલ “કુતૂહલ કાકા” એ સ્વર્ણિમ ગુજરાતની ૫૦મી જયંતી નિમિત્તે પુરસ્કાર આ આપી સન્માનિત કરી તેમની કાવ્ય રચનાઓને બિરદાવી હતી,

આપણી લોકપ્રિય ઈ. ટી.વી ગુજરાતી ન્યૂઝ ચેનલમાં ” ચૂંટણી ચક્રયવ્યું કાર્યક્રમ – ૨૦૦૯ માં જનરલ નોલેજ ક્ષેત્રમાં રાષ્ટ્રીય સ્તરે વિશિષ્ટ સિદ્ધિ મેળવવા બદલ ઈટીવી ગુજરાતી તરફથી સ્મૃતિ ચિહ્ન, સન્માનપત્ર, અને આકર્ષક ભેટો આપી અને ઈટીવી ગુજરાતી ન્યૂઝ ચેનલના વાઈસ પ્રેસિડેન્ટ, બાપુનીડુ ચૌધરી દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા,

સંજયભાઈ પત્રકારત્વ ક્ષેત્રમાં પ્રજાલક્ષી પ્રશ્નોને વાચા મળી રહે તે માટે તેઓ હંમેશા પ્રયત્નશીલ હોય છે, હાલમાં તેઓ ઇલેક્ટ્રોનિક મીડિયામાં ગુજરાત નેશનલ ટીવી ન્યૂઝ ચેનલના જામનગરના બ્યુરોચિફ તરીકે ફરજ બજાવે છે,

આજે તેમના જન્મદિવસ નિમિત્તે પ્રિન્ટ અને ઇલેક્ટ્રોનિક મીડિયામાં શુભેચ્છાઓનો ધોધ વરસી રહ્યો છે,તેમના મો.નં.૯૯૯૮૧ ૮૧૨૮૨ છે,

આપના વર્તમાન પત્રમાં લેવા વિનંતી.
લી. આપનો મીત્ર…..
સંજય મર્દનીયા,આભા

રીપોર્ટર રસિક વેગડા મોટીકુકાવાવ

IMG-20200330-WA0018.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *