Gujarat

જામજોધપુર માર્કેટિંગ પાર્ડ માં મગફળી તેમજ કપાસ ની બમ્ફર આવક

જામજોધપુર માર્કેટિંગ પાર્ડ માં મગફળી તેમજ કપાસ ની બમ્ફર આવક

જામજોધપુર માર્કેટિંગ યાર્ડ માં મગફળી તેમજ કપાસની હાલ બમ્ફર આવક ઉભી થવા પામી છે. માર્કેટિંગ યાર્ડ ના પ્રમુખ દેવાભાઈ ભીમાભાઈ પરમાર ના જણાવ્યા અનુસાર હાલ માર્કેટિંગ યાર્ડ માં રોજની 12000 થી માંડી 15000 સુધી ગુણી સુધીની મગફળી ની આવક થઈ રહી છે. તેમજ ૧૨ થી ૧૫ ખટારા કપાસ ના વેચાણ માટે આવી રહ્યા હોય હાલ માર્કેટિંગ યાર્ડ ધમધમી રહ્યું છે. તેમજ ખેડૂતોને મગફળીના મણના રૂ. ૧૦૫૦ જેવા ભાવ મળી રહ્યા છે.તેમજ કપાસના પણ રૂ. ૧૦૫૦ જેવો ભાવ મળી રહેલ છે. ત્યારે માર્કેટિંગ પાર્ડમાં પ્રમુખ દેવાભાઈ પરમાર ની સતત દેખરેખ હેઠળ હરાજી થી માંડી ખેડુતોને તમામ સુવિધા પુરી પાડવાની કામગીરી ચાલી રહી છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *