જામનગર તા. ૧૨ઃ જામનગરના મેડિકલ સ્ટોરધારકે બે શખ્સના જમીન લઈ લેવાના દબાણના કારણે શુક્રવારે રાત્રે ગળાફાંસો ખાઈ લીધો હતો. તે પ્રકરણમાં ગઈકાલે બન્ને આરોપી એસપી કચેરીએ રજુઆત માટે દોડી આવ્યા હતાં. જેને મળવાનો ઈન્કાર કરી એસપીએ બન્નેએ અટકાયતમાં લેવાનો હુકમ કરતા તેઓને પોલીસે અટકાયતમાં લઈ કોવિડ ટેસ્ટ માટે રજુ કર્યા હતાં જ્યાંથી આજે બન્નેની ધરપકડ કરવામાં આવશે. જામનગરના ખોડીયાર કોલોની વિસ્તાર પાસે એનઆરઆઈ બંગ્લોમાં વસવાટ કરતા અને મેડિકલ ચલાવતા હિતેશભાઈ ચંદ્રકાંતભાઈ પરમાર નામના સતવારા યુવાને શુક્રવારે રાત્રે પોતાના ઘરે ગળાફાંસો ખાઈ …આત્મ હત્યા કરી હતી
