અમરેલી. વડિયા
ગામના આદરણીય શ્રી કિરીટભાઈનો વતન પ્રેમ અનન્ય છે.મેટ્રિક સુધીનો અભ્યાસ વડીયાની સરકારી શાળામાં કર્યો.
રાજકોટ અને અમરેલીની કોલેજ મા B.Sc.ખૂબ ગરીબ પરિવારમાં જન્મ , પિતાનું સ્વાસ્થ્ય સારું નહીં. આર્થિક પરિસ્થિતી ઘણી નબળી. પોતાની કારકિર્દી બનાવવામાં સમાજમાથી મદદ મેળવી. રાજકોટની કેન્દ્ર સરકારની એ.જી. ઓફિસમાં Auditor તરીકે નિમણૂક નોકરીમાં 34 વર્ષની સરકારી નોકરીની કારકિર્દી
આજના દિવસે પણ એક સારા બાઈકર (Biker) છે, એક સારા તરવૈયા પણ છે. રાજકોટમાં વિશ્વનીડમ સંસ્થા કે જે ઝૂપડપટ્ટીના બાળકોને શિક્ષણ આપવાનું ઉમદા કાર્ય કરે છે તેઓને દર વર્ષે 3 બાળકોના શિક્ષણનો ખર્ચ, રૂપીયા ૧૫૦૦૦/અનુદાન રૂપે આપે છે. કિરીટભાઈ નો વડિયા ગામ પ્રત્યેનો પ્રેમ પણ અતૂટ છે. આજે 60વર્ષથી વડિયાથી બહાર રહેતા હોવા છતા તેઓ હરહમેશ વડિયાના ગ્રામજનો/મિત્રો પ્રત્યે સંવેદનશીલ રહ્યા છે.
કોરોનાના સંક્રમણને કારણે ચાલુ વર્ષે વડિયા ગામના ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓના વાલીઓને ફી પેટે શ્રી કિરીટભાઇએ ઉદરતાપૂર્વક રૂ. 5000/- સહાય પેટે અર્પણ કરેલ.
ગાંધી વિચારધારાને ખૂબ આદર કરતાં હોવાથી પૂ. ગાંધીજીની 150 વર્ષમી જન્મજયંતી ઉજવવા આપણી વડીયા ગામની ધોરણ 10,૧૨ કોમર્સ,અને ૧૨ આર્ટસ ના વિદ્યાર્થીઓને પ્રથમ, દ્વિતીય અને તૃતીય દરેક વિદ્યાર્થીઓને રૂ. 1000, 500 અને 300 પુરસ્કાર તેમજ ધોરણ 10 ના જે વિદ્યાર્થીઓએ અંગ્રેજી, ગણિત અને વિજ્ઞાનના વિષયમાં સર્વોત્તમ માર્કસ મેળવેલ હોય તે દરેક ને રૂ. 500/- , વધુમાં ધોરણ 12 મા જે વિદ્યાર્થીઓએ એકાઉંટસ . અને અંગ્રેજીમાં સર્વોત્તમ ગુણ મેળવેલ હોય તે દરેક ને રૂ. 500/- લેખે પુરસ્કાર આપેલ છે. ઉપરાંત ધોરણ 12માં એક આશ્વાસન અનુદાન રૂ 300/- આપેલ. બધા ઈનામ મળી રૂ. 8200/- ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓને અર્પણ કરેલ છે. કિરીટભાઇને રૂબરૂ આવવા જણવતા તેઓએ
વિનમ્રતા પૂર્વક અસ્વીકાર કરી અને ગામના સરપંચ છગનભાઈ ને બધા જ અનુદાન કવર સોંપી દીધા. તેઓ દ્રઢપણે માને છે કે સમાજ નું છે અને સમાજને અર્પણ કર્યું છે. પોતાની જરૂરિયાત હતી ત્યારે સમાજે ઘણું આપ્યું છે અને આતો એક ઋણ ચૂકવવાનો અવસર છે.
મુરબ્બી શ્રી કિરીટભાઇ એન. પારેખ
વડીયાના કોઈપણ માણસને મદદરૂપ થવા તેઓ હમેશા તૈૈયાર હોય છે.
રિપોર્ટ રસિક વેગડા સાથે રાજુ કારીયા
મોટીકુકાવાવ


