:- જામનગર માં પોલીસનું ડ્રોન કેમેરા દ્ધારા પેટ્રોલિંગ…
લોકેશન :- સાત રસ્તા સર્કલ – જામનગર , જીલ્લો :- જામનગર
:- જામનગર માં પોલીસનું ડ્રોન કેમેરા થી અંતરીયાળ શેરી – ગલીઓમાં પેટ્રોલિંગ… બિન જરૂરી વાહન લઇને નિકળનાર લોકો ના ૩૦૩ બાઈક અને , ૨૦ ઓટો રીક્ષા ડીટેઈન …
:- કોરોના વાયરસના સંક્રમણને અટકાવવા માટે થયેલા લોક ડાઉન માં જામનગર પોલીસને જાહેરનામાનો ભંગ કરનાર અને અંતરિયાળ ગલીઓમાં ચેકિંગ માટે ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ શરૂ કર્યું છે. ડ્રોન કેમેરામાં એકઠા થયેલા લોકો કે બાઈક લઈને ઊભા હોય ત્યાં તાત્કાલિક પોલીસ પહોંચી જાય છે. અને વાહનો ડિટેઇન કરવામાં આવે છે. જામનગર પોલીસે લોક ડાઉન માં અમુક લોકોને બિનજરૂરી બહાર નીકળતાં રહે છે અને બિનજરૂરી બાઇક લઇને શેરી ગલીઓમાં ઉભા રહે છે.. અને પોલીસથી બચી જતા રહે છે.. ત્યારે આજથી પોલીસે ડ્રોન કેમેરા નો ઉપયોગ કરીને શહેરના જુદાવજુદા વિસ્તારોની શેરી અને અંતરીયાળ ગલીઓમાં ચેકિંગ હાથ ધર્યુ છે.. ત્યારે આજે શહેરના સાત રસ્તા પાસે એસ પી શરદ સીંઘલ ની ઉપસ્થિતિ માં ડ્રોન કેમેરાથી પેટ્રોલિંગ શરૂ કર્યું હતું.. આ આધુનિક ડ્રોન કેમેરા માંથી ત્રણ કિ.મી.થી વધુ એરીયા કવર કરી લે છે.. ત્યારે એસ પી એ કહ્યું હતું કે , આ ડ્રોન કેમેરા થી અંતરિયાળ શેરીઓ , ગલીઓ પેટ્રોલિંગ કરીને તેમાં એકઠા થયેલા લોકો તેમજ બિનજરૂરી વાહનો લઇને રખડતા હોય તેઓને ઓળખી કાઢવામાં આવશે… અને તેની સામે ગુનો નોંધવામાં આવશે. જેથી હવે બિનજરૂરી ઘરમાંથી બહાર નીકળતાં લોકોને ખેર નથી.. તો બીજી બાજુ એ શહેરના જુદા જુદા વિસ્તારોમાં એસ. પી. સહિતના પોલીસ અધિકારીઓ તેમજ પોલીસ કર્મીઓ જુદા પોઇન્ટ ઉપર બિનજરૂરી વાહન લઇને નીકળનાર લોકોને લોકોના વાહન ડિટેઇન કરવાની પણ કામગીરી ચાલુ કરી હતી… તેમાં પોલીસે ૩૦૩ બાઈક અને ૨૦ જેટલી ઓટો રિક્ષા ડિટેઇન કરી જે તે પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે.. તે વાહનો હવે લોક ડાઉન ખુલ્યા પછી જ જે તે વાહન માલિક પાસે થી જરૂરી દંડ લઇને પરત આપવામાં આવશે તેવું એસ.પી.એ જણાવ્યું હતું…
– જામનગર માં પોલીસનું ડ્રોન કેમેરા દ્ધારા પેટ્રોલિંગ , એસ. પી. એ ખુદે ડ્રોન કેમેરા નું નિરીક્ષણ કરી ચેકિંગ કર્યુ….
બાઈટ :- એસ. પી. શરદ સિંઘલ – જામનગર
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા – જામનગર