આજે સવારથી શહેરના કેટલાક વિસ્તારોમાં વાતાવરણમાં આગામી દિવસોમાં રોગચાળો વધવાની શક્યતા લોકો હેરાન પરેશાન
જામનગર સહિત સમગ્ર વાતાવરણમાં ગઈકાલે બપોર બાદ પલટો આવી ચૂક્યો છે એટલું જ નહીં ગઈકાલે સમી સાંજે 50 કિલોમીટરની ઝડપે ઠંડો પવન ફુંકાયો હતો જેથી જનજીવન ઉપર માઠી અસર થઇ છે આજે વહેલી સવારે પણ ઠંડા પવનની પરંપરા ચાલુ રહી હતી અને શહેરના કેટલાક વિસ્તારોમાં ઝાકળ ભર્યુ વાતાવરણ જોવા મળ્યું હતું
જાણવા મળતી માહિતી મુજબ છેલ્લા અઠવાડિયાથી ઠંડી અને ગરમી નું રીઝલ્ટ જોવા મળે છે હોળી-ધૂળેટીના તહેવારો ચાલ્યા ગયા હોવા છતાં પણ હજુ ઠંડીની અસર જોવા મળે છે ત્યારે કલેકટર કચેરીનાં કન્ટ્રોલ રૂમના જણાવ્યા મુજબ લઘુતમ તાપમાન 20 ડીગ્રી મહત્તમ તાપમાન ૩૧ ડિગ્રી ભેજનું પ્રમાણ અઠ્યાસી ટકા અને પવનની ગતિ 50 કિલોમીટર પ્રતિ કલાક જોવા મળી છે જામનગર જિલ્લાના ગામડાઓમાં પણ ઠંડી ગરમીની સીઝન જોવા મળી છે કાલાવડ ખંભાળિયા કલ્યાણપુર ભાણવડ લાલપુર ધ્રોલ જોડીયા ભાટિયા રાવલ સલાયા સહિતના ગામોમાં વાતાવરણમાં ભારે પલટો આવ્યો છે એક તરફ જવાનો ભય સતાવી રહ્યો છે લોકોને રોકતા અને બીક છે ત્યારે જ તાવ શરદી-ઉધરસના કેસો વધી રહ્યા છે એક દિવસ ઠંડી એક દિવસ ગરમીનું વાતાવરણ જોવા મળે છે ત્યારે હાલ અને મિશ્ર વાતાવરણ થી આવનારા દિવસોમાં ચોક્કસપણે રોગચાળો વકરે તેવી શક્યતા છે
જામનગરમાં આજે કેટલાક વિસ્તારમાં સવારે છ વાગ્યે ઝાકળ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું જેને કારણે રસ્તાઓ થોડા ભીના થયા હતા જોકે એક કલાકના સમય બાદ ઝાકળ દૂર થઈ જતા વાહનચાલકોને મુશ્કેલી પડી ન હતી સમગ્ર હાલારમાં મિસ્ટર વાતાવરણ શરૂ થયું છે બપોરના ૧૨ થી ૫ દરમિયાન અસહ્ય ગરમી જોવા મળે છે અને સમી સાંજ અને વહેલી સવાર સુધી ઠંડો પવન ફૂંકાતો જોવા મળે છે