Gujarat

જિલ્લા માહિતી કચેરી અમરેલી* *અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંભવિત સંક્રમણ અંગે

*જિલ્લા માહિતી કચેરી અમરેલી*
*અમરેલી જિલ્લામાં કોરોના વાયરસના સંભવિત સંક્રમણ અંગે આરોગ્ય તંત્ર દ્વારા પગલાં લેવાયા*

તા. ૨૯ માર્ચ, અમરેલી

હાલમાં વિશ્વનાં ૧૦૦ થી વધુ દેશોમાં નોવેલ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નાં સંક્રમણથી પ્રભાવીત થયેલ છે. હાલમાં ભારતમાં પણ ઘણાં રાજ્યો આ રોગથી પ્રભાવીત થયેલ છે. અમરેલી જિલ્‍લામા એક પણ કેસ પોઝીટીવ નોંધાયેલ નથી. આ રોગનાં અટકાયતી પગલાંનાં ભાગરૂપે ગુજરાતનાં આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, નવા સચિવાલય, ગાંધીનગર દ્વારા નોવેલ કોરોના વાઇરસ (કોવીડ-૧૯) નાં રોગચાળાને અટકાવવા એપેડેમિક એક્ટ-૧૮૯૭ માં સમાવિષ્ટ કરી તા.૧૩/૦૩/૨૦૨૦ થી નોટીફાઇ કરેલ. આ રોગચાળો જાહેરમાં થુંકવા તથા જાહેરમાં છીંક ખાવાથી ફેલાઇ છે.

અમરેલી જિલ્‍લામા તાલુકા કક્ષાએ સ્‍ક્રીનીંગ ચેકપોસ્‍ટ કાર્યરત છે. આ તમામ ચેકપોસ્‍ટોમા પેસેન્‍જરોના સ્‍ક્રીનીંગ દરમ્‍યાન કુલ-૩૬૫ વાહનોના કુલ-૧૩૦૨ પેસેન્‍જરોનુ સ્‍ક્રીનીંગ કરવામા આવ્‍યુ જેમાથી કુલ-૭૮ ગુજરાત બહારના પેસેન્‍જરો હતા. જેમા ૧ – વ્‍યકિત તાવ શરદી ઉધરસવાળા જોવા મળેલ જેને સારવાર આપી સ્‍વૈચ્‍છિક હોમ કોરેન્‍ટાઇન્‍ડ રહેવા સૂચના આપવામા આવી.

જિલ્‍લાની સરકારી તેમજ ખાનગી ફેસીલીટીમા કુલ-૧૪૬ ફલુ કોર્નર કાર્યરત કરવામા આવેલ છે આ કાર્યરત ફલુ કોર્નરમા સામાન્‍ય શરદી ઉધરસવાળા કુલ-૪૧૭ દર્દીઓને સારવાર આપી સ્‍વૈચ્‍છિક હોમ કોરેન્‍ટાઇન્‍ડ રહેવા સૂચના આપવામા આવી.

હોમકોરન્ટાઇન ના ભંગ બદલ એક વ્યક્તી સામેલ એફ.આર.આઇ દાખલ કરવામા આવેલ છે.

જિલ્‍લાની સરકારી ફેસીલીટીઓ ઉપર કુલ-૧૭ વ્‍યકિતઓને દાખલ કરવામા આવેલ છે.

અમરેલી જિલ્‍લાની દરેક વ્‍યકિતઓએ સરકારીશ્રીના ર૧- દિવસના લોકડાઉન અન્‍વયે ફરજીયાત ઘરમા રહે અને હાથ મો ની સ્‍વચ્‍છતા જાળવે, જિલ્‍લા-રાજય કે વિદેશથી આવેલ જિલ્‍લા બહારની વ્‍યકિતઓ સાથે દુરી બનાવી રાખે તે જરુરી છે. આમ છતા કોઇને તાવ શરદી ઉધરસની ફરીયાદ જણાઇ તો ટોલ ફ્રી – ૧૦૪ નો અથવા જિલ્‍લાના કન્‍ટ્રોલ રૂમ નં.(૦ર૭૯ર) રર૮૨૧૨ અને મોબાઇલ નંબર – ૮૨૩૮૦૦૨૨૪૦ નો સં૫ર્ક કરવા અપીલ કરવામા આવે છે.

જિલ્લા માહિતી કચેરી – અમરેલી
સુમિત ગોહિલ

રિપોર્ટ   : રસિક વેગડા (મોટીકુકાવાવ)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *