Gujarat

જૂનાગઢ જિલ્લાના તમામ થાણા તથા બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફનું હેલ્થ ચેકીંગ કરાવવામાં આવેલ છે,

હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, *જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ વડા સૌરભ સિંઘ દ્વારા* લોકોને બહાર નીકળવા ઉપર પ્રતિબંધ હોઈ, તમામ થાણા અમલદારોને *કાયદાનું પાલન કરાવવા* કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ સ્ટેશનોમાં બંદોબસ્ત ગોઠવી દેવામાં આવેલ છે. ઉપરાંત, *બંદોબસ્ટમાં રહેલ પોલીસ,હોમગાર્ડ, જી.આર.ડી. ફોરેસ્ટ, એન.સી.સી., આરટીઓ, સહિતના બંદોબસ્તમાં રહેલ સ્ટાફને પણ પોતાના સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ સ્વાસ્થ્ય બાબતે પણ ખાસ વ્યવસ્થા* કરવામાં આવેલ…._

જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* ની સૂચના આધારે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદિપસિંહ જાડેજા, કેશોદ ડીવાયએસપી જે.બી.ગઢવી, માંગરોળ ડીવાયએસપી જે.જી. પુરોહિત, હેડ ક્વાર્ટર ડીવાયએસપી આર.વી.ડામોરના માર્ગદર્શન હેઠળ *જૂનાગઢ જિલ્લાના તમામ થાણા તથા બંદોબસ્તમાં રહેલ પોલીસ સ્ટાફનું હેલ્થ ચેકીંગ કરાવવામાં આવેલ છે, ઉપરાંત બંદોબસ્તમાં રહેલ વાહનો તેમજ બિલ્ડીંગઓને પણ સ્ટેરીલાઈઝ કરવા કાર્યવાહી* હાથ ધરવામાં આવેલ છે…._

જૂનાગઢ જિલ્લા *પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા *બંદોબસ્તમાં રહેલ પોલીસ તથા અન્ય સ્ટાફની પૂરતી કાળજી* લેવામાં આવે છે, દરમિયાન પોલિસ સમન્વયના ક્રાઇમ રીપોર્ટર જયેશભાઇ કળથીયા દ્વારા જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને મળી, *કોરોના જેવા ભયંકર વાયરસથી બચવા જુનાગઢ પોલીસ, જે લોકોને લોકોના પરીવાર માટે પોતાના પરીવારને મુકી, રાત દિવસ ફરજ* બજાવી, રહેલ હોય, ત્યારે બંદોબસ્તમાં રહેલ તમામ સ્ટાફની *હેલ્થ સારી રહે અને કોઇપણ ઇન્ફેકશન ના લાગે તેના માસ્કમાં રાખવા માટે આયુર્વેદીક પધ્ધતિથી તૈયાર કરેલ પોટલી, જેમાં કપૂર, એલચી, લવિંગ, અજમો, જેવા સ્વાસ્થ્ય સુધારક તત્વો સાથે બનાવવામાં આવેલ,* પોલિસ સમન્વય ક્રાઇમ રીપોટર જયેશભાઇ કળથીયા દ્વારા બંદોબસ્તમાં રહેલ *પોલીસના પોઇન્ટ ઉપર જઈ જઈ ને આપવામાં આવેલ* હતી. તેમજ સાથેસાથે *તમામ સ્ટાફની હેલ્થની ચકાસણી માટે ડો. અમિતભાઇ તેજાણી અને યોગેશભાઇ ગોહેલ દ્વારા જુનાગઢ પોલીસના ટેમ્પરેચરનું પણ ચેકઅપ* કયુઁ હતું. આમ, પોલીસ સમન્વય દ્વારા આશરે 250 જેટલી આયુર્વેદિક પોતાલીઓ વહેંચી, જેને માસ્કમાં રાખી, ઉપયોગ કરવામાં આવે છે. પોલીસ સમન્વય દ્વારા ચાર પાંચ દિવસ બાદ ફરીથી પોલીસ સ્ટાફને આ *આયુર્વેદિક પોટલીઓનું સમયાંતરે વિતરણ* કરવામાં આવશે …_

જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા કોરોના વાયરસ બાબતે લોક ડાઉનનો અમલ કરાવી, *લોકોની સુરક્ષાની સાથે સાથે પોલીસ સ્ટાફ તથા બંદોબસ્તમાં રહેલ અન્ય સ્ટાફના સ્વાસ્થ્યની પણ કાળજી લેવા માટે પગલાંઓ લેવા* ખાસ આયોજન કરવામાં આવેલ છે…_

IMG-20200411-WA0501-1.jpg IMG-20200411-WA0500-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *