*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ અધિક્ષક શ્રી સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_
હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા સિનિયર સિટીઝનોને તકલીફમાં હોય તો, એક મોબાઈલ નંબર જાહેર કરી, *લોક ડાઉન દરમિયાન કોઈપણ જરૂરિયાત હોય તો, પોલીસ મદદ કરવાની જાહેરાત કરી, સિનિયર સીટીઝન હેલ્પ લાઇન* શરૂ કરવામાં આવેલ છે. આ *સિનિયર સીટીઝન હેલ્પ લાઈન* નું સંચાલન પોલોસ કંટ્રોલ રૂમ મારફતે કરવામાં આવે છે……_
જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને *સિનિયર સીટીઝન હેલ્પલાઇન* જાણી, મોબાઈલ ફોન ઉપર તા. 15.04.2020 ના રોજ એક સિનિયર સિટીઝને જાણ કરેલ *જૂનાગઢ શહેરના રિલાયન્સ મોલ બાજુમાં એક એપાર્ટમેન્ટમાં રહેતા પોતાના પાડોશી સિનિયર સિટીઝનને કમાવા વાળું કોઈ નથી અને હાલના સંજોગોમાં કપરો સમય ચાલતો હોય, જમવાના સાંસા પડેલ હોવાની જાણ* કરેલ હતી. તપાસ કરતા જાણવા મળેલ કે, *જરૂરિયાત મંદ સિનિયર સિટીઝનની ભૂતકાળમાં જાહોજલાલી હતી, કન્સ્ટ્રક્શનનો બિઝનેસ હતો, તેઓને ત્યાં ઘણા માણસો કામ કરતા હતા, આજુબાજુના વિસ્તારોમાં બગીચા તેમજ રહેણાક વિસ્તારમાં એમના નામના લોકોને બેસવાના બાકડાઓ પણ મુકાવેલ હતા. આજે તેઓની પરિસ્થિતિ કફોડી હોઈ, માંગી પણ શકે તેમ ના હતા,* તેથી બાજુમાં રહેતા નિવૃત કર્મચારી એવા સિનિયર સીટીઝન દ્વારા જૂનાગઢ પોલીસને જાણ કરવામાં આવેલ હતી …._
જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા *કેર ફાઉન્ડેશન સંસ્થા ના સીરાઝભાઈનો સંપર્ક કરી, સિનિયર સીટીઝનના ઘરે જઈ, તેઓને શોધી અનાજ, કરિયાણાની કીટ* આપવામાં આવેલ હતી. *જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાત મંદ લોકોની મદદ કરતા, સિનિયર સીટીઝન દ્વારા જૂનાગઢ પોલીસે પોતાના સંતાનોની ગરજ સારી, કપરા સમયમાં મદદ કરવામાં આવેલ હોઈ, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો. પોલીસ દ્વારા પણ *સિનિયર સિટીઝનના ભૂતકાળ અને હાલની સ્થિતિની કરુણતા ધ્યાને લઇ, આજુબાજુ વાળાને પણ ખબર ના પડે તે રીતે સાદા ડ્રેસમાં એક જ જવાનને મોકલી, અનાજ કરિયાણાની કીટ પહોંચાડી, મલાજો જાળવ્યો હતો અને નામ સરનામું પણ ગુપ્ત રાખવામાં આવેલ* હતું… … …_
જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_
રીપોર્ટ
અનિષ ગૌદાણા
જૂનાગઢ બ્યુરોચીફ