_*જૂનાગઢ રેન્જના ડીઆઈજી શ્રી મનીંદર પ્રતાપ સિંહ પવાર તથા જૂનાગઢ પોલીસ મદદ સૌરભ સિંઘ દ્વારા* જૂનાગઢ જિલ્લામાં સામાન્ય પ્રજાના લોક માનસ ઉપર પોલીસની એક સારી છાપ પડે અને *”પોલીસ પ્રજાનો મિત્ર છે”* એ સૂત્ર સાર્થક બને તેવા પ્રજા કલ્યાણ તથા પ્રજા ઉપયોગી કાર્યવાહી કરવા જિલ્લાના તમામ પોલીસ અમલદારોને સૂચના કરવામાં આવેલ…_
_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, સરકાર શ્રી દ્વારા લોકોને સસ્તા અનાજની દુકાન ખાતે અનાજની કીટ આપવાનું ચાલુ હોય, *રેશનકાર્ડમાં પુર્તતા કરાવવા માટે લોકો મામલતદાર કચેરી ખાતે એકત્રિત* થયેલા હોઈ, તેઓ તમામને સમજાવવા તથા બંદોબસ્ત માટે જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, બી ડિવિઝન પોલીસ સ્ટેશનના પી.આઈ. આર.બી.સોલંકી, ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા સહિતના અધિકારીઓ તથા સ્ટાફ તૈનાત હતો. રજુઆત કરવા આવેલા બધાને રવાના કરવા દરમિયાન *દોલતપરા ખાતે રહેતા ધીરુભાઈ લખમણભાઈ ઉવ. 65 દોલતપરા ખાતે રહેતા ધીરુભાઈ લખમણભાઈ ઉવ. 65 અને ગાંધીગ્રામમા રહેતા ઉકાભાઈ લાખાભાઈ ઉવ. 64 નામના સિનિયર સીટીઝન કે જેઓ શારીરિક રીતે અશક્ત હતા અને ખરેખર તેઓ ચાલી પણ શકતા ના હતા. તેઓ ચાલીને પોતાના વિસ્તારમાંથી 5 અને ગાંધીગ્રામમા રહેતા ઉકાભાઈ લાખાભાઈ ઉવ. 64 નામના સિનિયર સીટીઝન કે જેઓ શારીરિક રીતે અશક્ત હતા અને ખરેખર તેઓ ચાલી પણ શકતા ના હતા. તેઓ ચાલીને પોતાના વિસ્તારમાંથી આવેલા હોઈ, તેઓએ પોલીસને પોતાની આપવીતી* જણાવતા, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ બંને સિનિયર સિટીઝનોને ટ્રાફિક પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ ગઢવી, અશોકભાઈ, કમાન્ડો સિદ્ધરાજસિંહ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા *ટ્રાફિક શાખાની સરકારી પોલીસ મોબાઈલમાં બેસાડી, ચિતાખાના ચોક ખાતે સેવાભાવી કામ કરતા રજાકભાઈની સાથે સંકલન કરી, બંને સિનિયર સિટીઝનોને અનાજ કરિયાણાની એક એક કીટ અપાવી, સરકારી પોલીસ મોબાઈલમાં બંનેના ઘરે પણ મૂકી* આવેલ હતા. *જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાત મંદ લોકોની મદદ કરતા, દોલતપરા તથા ગાંધીગ્રામ વિસ્તારના બંને સિનિયર સિટીઝનો ભાવ વિભોર થઈ ગયેલ હતા. તેઓએ જૂનાગઢ પોલીસને પોતાના સંતાનોની ગરજ સારી હોવાનું જણાવી, આભાર વ્યક્ત* કર્યો હતો…_
_જૂનાગઢ જિલ્લાના *પોલીસ અધિક્ષક શ્રી સૌરભસિંઘ* દ્વારા જરૂરિયાત મંદ પરિવારને કપરા સંજોગોમાં સેવાકીય કાર્યોના કારણે , *સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ* નિભાવી, *પોલીસ પ્રજાની મિત્ર છે,* એ સૂત્ર જૂનાગઢ જિલ્લા પોલીસએ સાર્થક કર્યું હતું…_