Gujarat

જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાત મંદ લોકોની મદદ કરતા, ડુંગર પુરના તમામ 15 જેટલા સિનિયર સીટીઝન જે એકલા રહેતા હોય. સામાજિક સંસ્થા ખોડલ ધામ ટ્રસ્ટનો સંપર્ક કરી

 

_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે, ત્યારે જૂનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા સિનિયર સિટીઝનોને તકલીફમાં હોય તો, એક મોબાઈલ નંબર જાહેર કરી, *લોક ડાઉન દરમિયાન કોઈપણ જરૂરિયાત હોય તો, પોલીસ મદદ કરવાની જાહેરાત કરી, સિનિયર સીટીઝન હેલ્પ લાઇન* શરૂ કરવામાં આવેલ છે. આ *સિનિયર સીટીઝન હેલ્પ લાઈન* નું સંચાલન પોલોસ કંટ્રોલ રૂમ મારફતે કરવામાં આવે છે……_

💫 _જૂનાગઢ પોલીસ કંટ્રોલ રૂમ ખાતે *સિનિયર સીટીઝન હેલ્પલાઇન* ઉપર તા. 30.03.2020 ના રોજ મોબાઈલ ફોન થી જાણ કરેલ જૂનાગઢ તાલુકાના ડુંગરપુર ગામેથી ફોન આવેલ કે, 75 વર્ષના બચુબાપા એકલા રહે છે અને કોઈ રોજીરોટીની વ્યવસ્થા નથી. જે આધારે જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનના પો.સ.ઇ. વી.યુ.સોલંકી, કૃણાલ પટેલ, હે.કો. કમલેશભાઈ, નાથાભાઇ, ભૂપતસિંહ, માનસિંહ, સંજયસિંહ, જૈતાભાઈ, સહિતની ટીમ દ્વારા ડુંગરપુર ગામે પહોંચી, બચુબાપાને અનાજની કીટ આપવામાં આવેલ તથા સરપંચને મળી, જમવાની વ્યવસ્થા કરવામાં આવેલ હતી. આ વખતે કીટ આપવામાં આવેલ ત્યારે ડુંગરપુર ગામના ભૂરાભાઈ નામના માણસ દ્વારા પોલીસને *જાણવા મળેલ કે, ડુંગરપુર મા જ આવા અન્ય 15 જેટલા વ્યક્તિઓ જરૂરિયાત મંદ અને સિનિયર સીટીઝન* હોઈ, તેઓને પણ કરવા વાળું કોઈ નથી. આ સિનિયર સિટીઝનોના ફોટા પણ વોટ્સએપ દ્વારા મોકલવામાં આવેલ હતા…._

_જુનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા તથા પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયાના માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખાના પીએસઆઇ એ.સી.ઝાલા, હે.કો. ઝવેરગીરી, અશોકભાઈ, સંજયભાઈ, કમલેશભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતની ટીમ દ્વારા *સામાજિક સંસ્થા ખોડલ ધામ ટ્રસ્ટનો સંપર્ક કરી, ડુંગરપૂર ગામે જઈ, 15 જેટલા સિનિયર સીટીઝન જે એકલા રહેતા હોય, તેઓને શોધી અનાજ, કરિયાણાની કીટ ઘરે ઘરે જઈને* આપવામાં આવેલ હતી. *જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાત મંદ લોકોની મદદ કરતા, ડુંગર પુરના તમામ 15 જેટલા સિનિયર સીટીઝન દ્વારા જૂનાગઢ પોલીસે પોતાના સંતાનોની ગરજ સારી, કપરા સમયમાં મદદ કરવામાં આવેલ હોઈ, જૂનાગઢ પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો…. …_

 

IMG-20200408-WA0047.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *