Gujarat

જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાત મંદ મહિલાની મદદ કરતા, સિનિયર સિટીઝન મહિલા દક્ષા બેન પણ ભાવ વિભોર થઈ ગયેલ હતા. તેઓએ જૂનાગઢ પોલીસને કપરા સંજોગોમાં મદદ કરવા બદલ આભાર વ્યક્ત* કર્યો હતો

 

_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજા, પ્રોબે. ડીવાયએસપી એમ.ડી.બારીયા, ટ્રાફિક પીએસઆઇ એ.સી. ઝાલા સહિતના અધિકારીઓ તથા સ્ટાફના હે.કો. ઝવેરગીરી, સંજયભાઈ ગઢવી, અશોકભાઈ, કમલેશભાઈ, દેવાભાઈ, દેવેન્દ્રસિંહ, કમાન્ડો ભગાભાઈ, ટ્રાફિક બ્રિગેડ ભાવિનભાઈ, પવનભાઈ, સહિતના સ્ટાફની ટીમ દ્વારા પેટ્રોલિંગમાં હતા દરમિયાન ભૂતનાથ ફાટક પાસે મહિલા રીટાબેન હિતેશભાઈ વેગડા પોતાના સાસુ દક્ષાબેન તથા પતિ સાથે દવા લેવા આવેલ હોઈ, કોઈ વાહન મળતું ના હોઈ, લોક ડાઉન નો સમય પૂરો થઈ ગયેલ હોવાનું જણાવતા, જૂનાગઢ પોલીસ દ્વારા સરકારી પોલીસની જીપ તેમના ઘરે મુકવા મોકલી, દર્દી રીટાબેન તથા તેમની સાથે આવેલા સાસુ દક્ષા બેન તેમજ હિતેશભાઈને પોતાના ઘરે દુર્વેશ નગર, જલારામ સોસાયટી ખાતે પહોંચાડી દીધેલ હતા. *જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાત મંદ મહિલાની મદદ કરતા, સિનિયર સિટીઝન મહિલા દક્ષા બેન પણ ભાવ વિભોર થઈ ગયેલ હતા. તેઓએ જૂનાગઢ પોલીસને કપરા સંજોગોમાં મદદ કરવા બદલ આભાર વ્યક્ત* કર્યો હતો…_

 

IMG-20200407-WA0455.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *