Gujarat

જૂનાગઢ પોલીસ દ્વારા હાલના કોરોના વાયરસ અંગેના લોક ડાઉન બંદોબસ્તમાં વ્યસ્ત હોવા છતાં, તાત્કાલિક તપાસ હાથ ધરી, ગણતરીની મિનિટોમાં પોતાના બે લાખ રૂપિયા જેવી માતબર રકમ શોધી કાઢતા, મેંદરડા પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતોx

 

_હાલમાં *કોરોના વાયરસનાં કહેર સામે લોક ડાઉન અને જાહેરનામા મુજબ કાર્યવાહી* ચાલુ હોઈ, લોકોને બહાર નીકળવા તથા ઘરમાં જ રહેવા જણાવવામાં આવેલ છે. આ સંજોગોમાં ઘણા લોકોએ પોતાના લગ્ન પ્રસંગ અને અન્ય સામાજિક કામો સ્વેચ્છાએ મોકૂફ રાખી, આ લોક ડાઉન ને સહકાર આપવાની ઈચ્છા દર્શાવી છે. જૂનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના બાવાના બોડકા ગાંમના જમનભાઈ કલ્યાણજીભાઈ ચાવડા કડિયા કુંભાર ઉવ.46 જે જેઓ ખેત મજૂરી કરી, જાત મહેનતથી કમાયેલા રૂપિયામાંથી રૂપીયા બે લાખ પોતાની બહેનની દીકરી ભાણેજના લગ્ન પ્રસંગ માટે આપેલ હતા. પરંતુ, હાલ કોરોના વાઇરસની વૈશ્વિક મહામારીને કારણે થયેલ લોક ડાઉનને લીધે તેમના બહેનએ આ લગ્ન મોકુફ રાખેલ અને તેમના ભાઈ જમનભાઈ ચાવડાને આ રકમ પરત લઈ જવા જણાવતા, આજરોજ જમનભાઈ ચાવડા તેમની મેંદરડા ખાતે રહેતી બહેનના ઘરેથી આ બે લાખ રૂપિયા સ્ટીલની બરણીમાં રાખી, પોતાની મોટરસાયકલ લઇ, પોતાના ઘરે જાવા માટે નીકળેલ હતા. રસ્તામાં તેઓ મેંદરડા નાજપુર રોડ ઉપર શાકભાજીની ટ્રોલી પરથી શાકભાજી લેતા હતા, તે દરમિયાન પૈસા ભરેલી બરણી ટ્રોલીમાં રાખેલ હોઈ, જે પોતે ભૂલી ગયેલા અને પોતાના ગામ જવા નીકળી ગયેલ અને રસ્તામાં પોતાને યાદ આવતા, પરત શાકભાજીની ટ્રોલીની જગ્યાએ આવતા, આ ટ્રોલી ત્યાંથી જતી રહેલ. જેથી, જમનભાઈ ચાવડા બેબાકળા બની ગયેલ અને પોતે આ બાબતે મેંદરડા પોલીસનો સંપર્ક કારેલ હતો…_

_તેઓએ મેંદરડા પોલીસ સ્ટેશન આવી, પી.એસ.આઈ. એ.બી.દેસાઈને *પોતાની તકલીફની વાત કરી અને પીએસઆઇ એ.બી.દેસાઈ તરતજ પરિસ્થિતિ પામી ગયા* અને જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ તેઓ તથા સ્ટાફના પો કોન્સ. કિરણ કરમટા, પો.કોન્સ ગોવિંદભાઇ બારડ, સહિતની ટીમના માણસો તુરતજ મેંદરડા ઘટના સ્થળે પહોંચી, તપાસ કરી, *આજુબાજુમાં સીસીટીવી જોતા આ શાકભાજીની ટ્રોલી વાળા માણસના ઘરે જઇ તપાસ* કરતા, આ પૈસા ભરેલ બરણી શાકભાજી ભરેલ ટ્રોલીમાંથી મળી આવતા, જેમાં જમનભાઈ એ રાખેલ પોતાના પૈસા રોકડા રૂપિયા બે લાખ ભરેલ બરણી મળી આવતા, *ખોવાયેલ બે લાખ રૂપિયા ભરેલ બરણી આ જમનભાઈ ચાવડાને સુપ્રત* કરેલ છે. મેંદરડા પોલીસની આ કાર્યવાહીથી જમનભાઈ ચાવડા *લાગણીથી ગદગદ* થઈ ગયા હતા અને *જૂનાગઢ પોલીસ દ્વારા હાલના કોરોના વાયરસ અંગેના લોક ડાઉન બંદોબસ્તમાં વ્યસ્ત હોવા છતાં, તાત્કાલિક તપાસ હાથ ધરી, ગણતરીની મિનિટોમાં પોતાના બે લાખ રૂપિયા જેવી માતબર રકમ શોધી કાઢતા, મેંદરડા પોલીસનો આભાર વ્યક્ત* કર્યો હતો…_

_જુનાગઢ *જિલ્લા પોલીસ વડા શ્રી સૌરભ સિંઘ* દ્વારા કોરોના વાયરસ સંબંધી *લોક ડાઉનના બંદોબસ્તની સાથોસાથ જૂનાગઢ પોલીસ દ્વારા જરૂરિયાત મંદોની મદદ કરી, સુરક્ષા સાથે સેવાનું ઉત્તરદાયિત્વ નિભાવી, પોલીસે પ્રજાનો મિત્ર છે, એ સૂત્રને સાર્થક કરનાર મેંદરડા પોલીસની ટીમને અભિનંદન* પણ આપેલ હતા…_

IMG-20200331-WA0026.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *