ટંકારામાં ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી પોલીસને તબીબ દ્વારા સેનીટાઈઝર વિતરણ કરાયું.
ટંકારા: હાલ કોરાના વાયરસની સામે દેશના વડાપ્રધાનશ્રી તથા સમગ્ર દેશવાસીઓ લડી રહ્યા છે. જ્યારે ૨૧ દિવસના લોકડાઉન વચ્ચે ખડેપગે રહી પરિવારની ચિંતા છોડી સમગ્ર દેશવાસીઓ માટે ખડેપગે રહી નિષ્ઠાપૂર્વક ફરજ બજાવતી પોલીસને ટંકારાના તબિબ દ્વારા સેનિરાઈઝર વિતરણ કરાયું હતું.
ટંકારાના અમૃતા હોસ્પીટલના ડો.શૈલેષભાઈ ભલોડિયા તથા ઓમ વિદ્યાલયના સંચાલકશ્રી યોગેશભાઈ ઘેટિયાના સહયોગથી ટંકારા પોલીસ સ્ટેશન પી.એસ.આઈ એલ.વી.બગડા સાહેબ સાથે ચર્ચા કરી ચેક પોસ્ટ પર 24 કલાક પોતાની અને તેમના પરિવારની પરવાહ કર્યા વગર ફરજ બજાવતા સર્વ પોલીસ કર્મીઓને હેન્ડ ગ્લોઝ અને સેનિરાઈઝર અર્પણ કરી દેશપ્રેમ અને ફરજ અદા કરી હતી.
અહેવાલ…આશિફ ખોરમ મોરબી