ટંકારા તાલુકામાં પોલીસ સાથે હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનો ખડેપગે ફરજ બજાવી રહેલ છે, . પી. એસ. આઈ. એલ. બી. બગડા , હોમગાર્ડ ,જી.આર.ડી.ની પ્રસંશનીય કામગીરી.
હાલની કોરાનાની વૈશ્વિક મહામારી કોવિદ 19 સંક્રમણને રોકવા માટે લોકડાઉન જાહેર કરાયો છે .આ લોકડાઉનના અમલ માટે તેમજ ગ્રામીણ પ્રજાને મદદરૂપ બનવા માટે મહિલા પી.એસ.આઇ
એલ.બી .બગડા, પોલીસ સ્ટાફ, હોમગાર્ડ તથા ગ્રામ રક્ષક દળના જવાનો દુવારા લોકડાઉન ૧ તેમજ લોકડાઉન ૨ માં પ્રસંશનીય કામગીરી બજાવવામાં આવેલ છે .
ટંકારા પોલીસ સ્ટેશનના 47 પોલીસ કર્મચારીઓ ,હોમગાર્ડના ૨૨ તથા ગ્રામ રક્ષક દળ ના ૭૦ જવાનો દ્વારા ટંકારા ,ટંકારા તાલુકામાં કાબિલેદાદ કામગીરી કરાયેલ છે.
ટંકારાનાપી.એસ.આઈ.એલ.બી.બગડા દ્વારા જિલ્લા પોલીસ વડા ડોક્ટર કરણરાજ વાઘેલા ના માર્ગદર્શન હેઠળ તથા ડી.વાય.એસ.પી.શ્રી રાધિકા ભારાઈ સાહેબ ની સુચના મુજબ ટંકારા તાલુકાના દરેક ગામના સરપંચો તથા આગેવાનો નો સાથ મેળવી તમામ ગામડાઓ લોકડાઉન કરેલછે. અને તેનો ચુસ્ત અમલ કરાવેલ છે .
સરપંચો દ્વારા સાથ સહકાર આપીને પોતાના ગામમાં પ્રવેશવાના તમામ રસ્તાઓ ઉપર આડશો ગોઠવી બહારના લોકોનો પ્રવેશઅટકાવેલ.તેમજ બહારથી આવનારા ઓની આરોગ્ય વિભાગને જાણ કરી ચકાસણી કરાયેલ.
ટંકારાનાપી.એસ.આઈ.એલ.બી.બગડા મહિલા પી.એસ.આઇ.છે .પરંતુ પુરુષો કરતાં સવાયા પુરવાર થયેલ છે. પોલીસ સ્ટાફ હોમગાર્ડ કમાન્ડર અરુણ પરમાર, જી.આર.ડી .કમાન્ડર આનંદભાઈ પોપટ સાથે મળી દરેક ગામોમાં,સરપંચોની મદદમાં હોમ ગાર્ડ તથા તથા જી.આર.ડી જવાનોને મુકેલ છે.
લોકડાઉન દરમિયાન લોકો ઘરમાં રહે, સલામત રહે તે હેતુ માટે
પી.એસ.આઈ.એલ.બી.બગડાએ ખાનગી વાહનમાં ,સાદા ડ્રેસમાં ,સાદા ડ્રેસમાં સાઇકલ ચલાવી પેટ્રોલિંગ કરેલ છે. લોકડાઉન માટે ડ્રોન કેમેરા નો પણ ઉપયોગ કરે છે .
બીજી તરફ કોરોનાવાયરસ ની લડતમાં દિવસ-રાત જોયા વગર લોકોની ચિંતા કરી ફરજ બજાવતી રહ્યા છે
રીપોર્ટ…આશિફ ખોરમ મોરબી