Gujarat

દુકાનનો સંચાલક ભ્રષ્ટાચાર કરતા રંગેહાથ ઝડપાયો

કોરોનાની મહામારીને લઈને ગુજરાત સરકાર દ્વારા તમામ લોકોને અન્ન નો પુરવઠો મળી રહે અને લોકોને જીવન જરુરીયાત ચીજવસ્તુ ઓ મળી રહે અને મુશ્કેલી ના પડે  તેવા આશયથી સમગ્ર રાજ્યમાં રેશનીંગ કાર્ડ ધારકોને સસ્તા અનાજની દુકાનમાં મફતમાં અન્નનો પુરવઠો આપવાની જાહેરાત કરી હતી. ત્યારે ૧ એપ્રિલથી તમામ જગ્યાએ શિક્ષકોના મોનીટરીંગ વચ્ચે પુરવઠો આપવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ રોજબરોજ ગરીબ અને મધ્યમ વર્ગના લોકોનો પુરવઠો ચાઉ કરી જતા સંચાલકોએ આવા કપરા સમયમાં માનવતા નેવે મુકીને લોકો ને મળતો જથ્થો બારોબાર સગેવગે કરવાની પેરવી ગોઠવી લોકોને સરકાર ના નિયત કરેલા જથ્થા કરતા ઓછો જથ્થો આપતા હોવાની ફરિયાદો ઉઠવા પામી હતી. ત્યારે આ અંગે એબીસી ન્યુજ 24 ગુજરાત દૈનિક માં ગ્રામીણ વિસ્તારોમાં રેશનકાર્ડ ધારકોનો હોબાળોના શિર્ષક હેઠળ અહેવાલ પ્રસારીત કરવામાં આવ્યો હતો. જેના પગલે ગઢ ગ્રામપંચાયતના સરપંચ વસંતભાઈ રાઠોડ, ઉપસરપંચ રમેશભાઈ કાપડી, તલાટી ગિરીશભાઈ જેગોડા, ગ્રામપંચાયતના સભ્યો તેમજ વીસીઈ રામસિંહ સોલંકી  સહિતની ટીમ દ્વારા ગઢ ખાતે ભવાની શેરીમાં આવેલ સસ્તા અનાજની દુકાનના સંચાલક પ્રકાશ જી.  બ્રહ્મક્ષત્રિયને ત્યાં જઈ તપાસ કરતા રેશનીંગ નો સામાન  લેવા આવતા ગ્રાહકોને માત્ર ઘઉ અને ચોખાનુ જ વિતરણ કરવામાં આવતુ હતુ અને રેશનકાર્ડમાં, ખાંડ આપ્યાનુ લખી દેવાનુ  ધ્યાને આવતા અમારા  સંવાદદાતાને સાથે રાખી તેના ગોડાઉનમાં તપાસ કરતા તેના ગોડાઉનમાંથી દાળ ના ૧૩ કટ્ટા અને ખાંડના ૨ કટ્ટા તેમજ મીઠાનો જથ્થો મળી આવ્યો હતો. આ સંચાલક ગેરરીતિ કરી લોકોનો જથ્થો બારોબાર સગેવગે કરવાની પેરવી કરતો હોવાનું માલુમ પડતા સરપંચ અને તલાટી દ્વારા નાયબ કલેકટર અને મામલતદારને રજૂઆત કરી આ સંચાલક વિરુદ્ધ પગલા લેવાની માંગ કરી હતી. આ અંગે પાલનપુર મામલતદાર કમલ ચૌધરીનો ટેલીફોનિક સંપર્ક કરી પુછતાં તેમણે જણાવ્યુ હતુ કે આ સસ્તા અનાજની દુકાનના સંચાલકની ફરીયાદ અમને ગઢ તલાટી દ્વારા કરવામાં આવી છે અને અમોએ તેની તપાસ હાથ ધરી છે॰ તપાસ દરમિયાન ગેરરીતિ માલુમ પડશે તો અમો તેની સામે કાયદેસરની કાર્યવાહી કરી જરુર પડે તેનું લાયસન્સ રદ કરવા સુધીની કાર્યવાહી કરીશુ.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *