Gujarat

દેશની સરદો ની સુરક્ષા દેશ ના જવાનો કરશે ગામની સરહદો ની રક્ષા ગામ ના યુવાનો કરશે.

કોરોના વાયરસ સામે ની લડાઈ માં દેશ વ્યાપી લોકડાઉનને સફળ બનાવવા
કુંવારદ ગામના યુવાનોની અનોખી ઝુબેશ

જીવનમાં દરેકને સરહદ પર જઈ દેશની સેવા કરવાનો મોકો મળતો નથી, પણ અમને આજે કોરોના વાયરસની મહામારીના સમયે ગામ ની સરહદ સાચવવાનો મોકો મળ્યો છે જે માટે અમે બનતી સેવા આપી ગામ રાજ્ય અને દેશ ની સેવા કરવાનો આનંદ મેળવી રહ્યા છીએ, અને અમે એને એક નૈતિક ફરજ તરીકે નિભાવી રહ્યા છીએ, આ શબ્દો છે શંખેશ્વર તાલુકા ના કુંવારદ ગામના એ યુવાનો ના જે આજે પોતા ના ગામ ના રસ્તાઓ પર નાકાબંધી કરી લોકોને બિન જરૂરી અવર – જવર કરતા અટકાવી અને સમજાવી રહ્યા છે…

સમગ્ર વિશ્વ આજે કોરોના નામક વૈશ્વિક મહામારીનો સામનો કરી રહ્યું છે, જેની અસરના પગલે આપણા વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના વાયરસને ફેલાતો અટકાવવા માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કર્યુ છે, અને રાજ્ય તથા જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ ખાતું પણ આ લોકડાઉનનું ચુસ્ત પણે પાલન કરાવવા ખડેપગે કામગીરી કરી રહ્યું છે. ત્યારે પાટણ જિલ્લાના શંખેશ્વર તાલુકાના કુંવારદ ગામ ના યુવા સરપંચ ના નૈતૃત્વ હેઠળ યુવાનો ની ટુકડી ગામ ની રક્ષા માટે કાર્યરત છે. જેમની મહેનત અને સેવા થી ગ્રામ્ય કક્ષાએ નિયમોનું ચુસ્ત પાલન થાય જેથી આ દેશવ્યાપી લોકડાઉનનું પાલન થાય તે માટે ગામના રસ્તાઓ પર યુવાનો નાકાબંધી કરી પહેરેદારી કરી રહ્યાં છે. કુંવારદ ગામના યુવાનો દ્વારા રસ્તાઓ પર પહેરેદારી ની વ્યવસ્થા કરવામાં આવી છે, અને લોકોને બિનજરૂરૂ ગામમાં પ્રવેશ કરતા કે ગામમાંથી બહાર જતા અટકાવવામાં આવે છે.

એક તરફ કોરોના વાયરસની મહામારીના કારણે જિલ્લા વહિવટી તંત્ર અને પોલીસ તથા આરોગ્ય વિભાગ સતત ખડેપગે સંનિષ્ઠ કામગીરી કરી રહ્યું છે, ત્યારે આવા સમયે કુંવારદ ગામના યુવાનો પણ પોતાની ફરજ નિભાવી રહ્યા છે જેથી આ વિકટ પરિસ્થિતિમાં સરકારને મદદરૂપ બની લોકડાઉન ને સફળ બનાવી સકાય જે કાર્ય ખરેખરે બીજા ગામો અને સરપંચો માટે પ્રેરણા સ્ત્રોત છે.

આ સમયે ગામ ના સરપંચ હસમુખભાઈ લકુમ સાથે ફોન પર વાત કરતા તેમણે જણાવ્યું કે પાટણ જિલ્લા વિકાસ અધિકારી સાહેબ તેમજ શંખેશ્વર ના તાલુકા વિકાસ અધિકારી સાહેબ ના માર્ગદર્શન માં હું અને મારી પંચાયત ના તમામ સભ્યો સાથે યુવક મંડળ ગામ લોકો ના હિત માં કાર્ય કરી રહ્યા છીએ ગામની સુરક્ષા ઉપરાંત અમે સરકાર શ્રી ની યોજનાઓ ને સુ વ્યવસ્થિત રીતે ગામ માં લાગુ કરી રહ્યા છીએ જેમાં ખાસ ગરીબ વંચિત અને જરૂરિયાત વારા પરિવારો ને પ્રાથમિકતા આપી અત્યાર નાં સમય ને ધ્યાન માં રાખી લોકો ને જરૂરિયાત મુજબ મદદરૂપ બની રહ્યા છીએ અને આવા પ્રેરણારૂપ કાર્યો કરવા માટે અમને રીલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આપેલી લીડર ની તાલીમ ખૂબ ઉપીયોગી થઈ રહી છે તેવું જણાવતા તેમણે કહ્યું કે આગેવાનો ની સાચી પરખ ખરાબ સમય માં થાય છે સારા અને સામાન્ય જીવનમાં તો બધા આગેવાન બનતા હોય છે પણ તકલીફ અને સમસ્યા ના સમય માં જે નેતૃત્વ કરે તે સાચા આગેવાનો નું એક લક્ષણ છે.

તકલીફ ને તક સમજો
આફત ને અવસર બનાવો
સમસ્યાને સમાધાન માં પરિવર્તિત કરો
મુસીબત નો મુકાબલો કરો
દુઃખ ને સુખ બનાવે એ સાચા અને સારા આગેવાનો કહેવાય. બસ અમે આ બાબત ને ધ્યાન માં રાખી કાર્ય કરી રહ્યા છીએ જે લોક ઉપિયિગી સાબિત થશે એવી અમને આશા છે..

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *