દ્વારકામાં શહેરીજનોના સુખાકારી માટે દવા છંટકાવ:-
દેશ અને દુનિયામાં જ્યારે કોરોનાની મહામારીએ માઝા મૂકી છે ત્યારે રાજ્યના અનેક જિલ્લાઓ તેની બાનમાં આવી ગયા છે…હજ્જારો લોકો કોરોનાનો શિકાર બનતા તંત્ર દ્વારા તકેદારીના સઘન પગલાં લેવાઈ રહ્યા છે…
ત્યારે દ્વારકા જિલ્લામાં સદનસીબે કોરોના વાઇરસનો એક પણ કેસ પોઝીટીવ ન હોવાથી દ્વારકાવાસીઓ ભગવાન દ્વારકાધીશ નો કોટી કોટી આભાર વ્યક્ત કરતા જોવા મળી રહ્યાં છે.
દ્વારકા નગરપાલિકા દ્વારા કોરોનાની મહામારીને ધ્યાનમાં લઈને સમગ્ર શહેરમાં સાવચેતીના પગલે પ્રતિદિન દવાનો છંટકાવ કરી શહેરને રોગમુક્ત રાખવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે.
ત્યારે શહેરના વિવિધ વિસ્તારોમાં રોજેરોજ સોડિયમ હાઈપો ક્લોરાઈડ સોલ્યુશન કેમિકલ યુક્ત દવાના છંટકાવ દ્વારા શહેરીજનોના સ્વાસ્થ્ય અને સુખાકારીનું પુરતું ધ્યાન રાખી તકેદારીના પગલાં લેવામાં આવી રહ્યા છે.
અત્રે ઉલ્લેખનીય કે નગપાલિકાના ફાયર એન્ડ સેફટી વિભાગની ટીમ દ્વારા શહેરના ખુણે ખુણે જઈને પોતાના જીવના જોખમે ઝેરી દવાનો છંટકાવ કરીને શહેરીજનોના સુખાકારી માટે સદૈવ તત્પર રહેતા હોય છે….ત્યારે નગરપાલિકાના તમામ કર્મચારીઓ, સફાઈ કર્મચારીઓ સહિત ફાયર વિભાગના કર્મચારીઓ રૂપી કોરોના ફાઈટર્સ અને વોરિયર્સને ખરા અર્થમાં સો સો સલામ છે…જ્યારે નગરપાલિકા દ્વારા સાવચેતી રૂપે લેવામાં આવી રહેલા પગલાને શહેરીજનોએ હોંશે હોંશે વધાવી લઈ નગરપાલિકા તંત્રનો પણ આભાર વ્યક્ત કર્યો હતો…
રિપોર્ટ:- કેતન પંડ્યા, દ્વારકા.