– ગુજરાત માં કોરોનાની દહેશત વચ્ચે નવાગામ માં ડોર ટુ ડોર સર્વે….
લોકેશન :- નવાગામ , તાલુકો :- કાલાવડ , જીલ્લો :- જામનગર
:- નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્ધારા આરોગ્ય કેન્દ્ર ની અંદર 17 ગામો માં કોરોનાની દહેશત વચ્ચે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો….
– આજરોજ કાલાવડ તાલુકા ના નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દ્ધારા PHC અંદર આવતાં 17 ગામો માં કોરોનાની દહેશત વચ્ચે ડોર ટુ ડોર સર્વે કરવામાં આવ્યો. આરોગ્ય અને કલ્યાણ વિભાગ ની ગાઈડ લાઈન્સ અનુસાર ડોર ટુ ડોર તપાસ હાથ ધરી લોકોના આરોગ્ય ની તપાસ કરી આ ટીમની સતત કામગીરી ચાલુ રહી છે.આરોગ્ય વિભાગ દ્વારા કોરોનાને અંકુશમાં લેવા માટે સમગ્ર પંથકમાં હાલ ડોર ટૂ ડોર સર્વે ચાલી રહ્યો છે અને આરોગ્ય વિભાગ દ્વારા સઘન સર્વેની કામગીરી હાથ ધરાઈ રહી છે….જેમાં બહારથી આવેલા લોકો અને ઘરમાં શરદી ખાસી અને શંકાસ્પદ જણાતા લોકોને હેલ્થ સેન્ટરમાં દવા લેવા અને તપાસ કરવા માટે સુચના આપવામાં આવી રહી છે. તેમજ લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે.સાથે જ ઘરમાં કેવી રીતે સાવચેતી રાખવી તેની માહિતી આપી જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે…લોકોને ઘર બહાર ન નીકળવા અપીલ કરી હતી.. કોરોના વાયરસને લઈને સમગ્ર દેશ ને લોક ડાઉન કરવામાં આવ્યું છે આ ઉપરાંત વગર કામે લોકોને ઘર બહાર ન નીકળવા અપીલ પણ કરવામાં આવી છે. આ ઉપરાંત વિદેશની અને સ્થાનિક યાત્રા કરી હોય તેવા લોકો પણ મળી આવ્યા હતા. જેમાં તાવ, શરદી, ઉધરસની તકલીફ હોય તેવા લોકો હોમ ક્વોરન્ટાઇન મુક્યા હતા.. આ સર્વેમાં બે વ્યક્તિઓની ટીમ રાખવાની રહેશે, જેમાં એક કર્મચારી પેરામેડિકલ સ્ટાફ અને એક કર્મચારી નોન પેરા મેડિકલ સ્ટાફ રાખવાનો રહેશે. પેરામેડિકલ સ્ટાફમાં FHW, MPHW તથા આશા બહેનોનો સમાવેશ થાય છે, નોન પેરામેડિકલ સ્ટાફમાં શિક્ષણ સ્ટાફ, આંગણવાડી કાર્યકર કે અન્ય વિભાગના કર્મચારીને રાખવાના રહેશે. આ સર્વે દરમિયાન મળેલા શંકાસ્પદ કેસોને મેડિકલ ઓફિસર દ્વારા ઓપીડી મોડ્યુલમાં એન્ટ્રી કરવાનું જણાવ્યું હતું …
– ગુજરાત માં કોરોનાની દહેશત વચ્ચે નવાગામ માં ડોર ટુ ડોર સર્વે , લોકોને જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે.સાથે જ ઘરમાં કેવી રીતે સાવચેતી રાખવી તેની માહિતી આપી જાગૃત પણ કરવામાં આવી રહ્યા છે અને લોકોને ઘર બહાર ન નીકળવા અપીલ કરી હતી..
બાઈટ :- રાજદીપ સાવલીયા – મેડિકલ ઓફિસર નવાગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર
અહેવાલ :- હર્ષલ ખંધેડિયા