પંચમહાલ જીલા ના શહેરા તાલુકા આજથી સરકારી રેશનિંગ ની દુકાન પર લોકોને વિનામૂલ્યે રાસન વિતરણ ચાલુ કરવામાં આવ્યું.
સરકાર દ્વારા હાલ ની કોરોના વાઇરસ ની મહામારીના ધ્યાનમાં લઈને રેશનકાર્ડ ધારકોને વિના મૂલ્યે રાસન નું વિતરણ કરવામાં આવી રહ્યું છે.
જ્યારે કોરોના વાયરસનાં પગલે રાસન ની દુકાન પર લોકોની સુરક્ષા માટે દુકાન બહાર એક મીટર દૂર ગોળ રાઉન કર્યા હતા અને એક એક ગ્રાહક ને જ દુકાન પર પ્રવેશ આપવામા આવી રહ્યો છે જેથી કરીને લોકો સુરક્ષિત રહે અને શહેરા ગામમાં લોકોને રેશનિંગન દુકાન પર લોકોને ધઉ, ચોખા, દાળ, ખાંડ, વગેરે વસ્તુઓ નું વિનામૂલ્યે વિતરણ સરકાર ની સૂચના મુજબ ચાલુ કરવામાં આવ્યું છે
કોરોના વાયરસનાં સંક્રમણ ની સાવચેતીના ભાગરૂપે પોલીસ દ્વારા લોકો ની સાવચેતી અને સલામતી માટે જરૂરી બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને લોકો ની સાવચેતી-સલામતી રાખવા માટે પોલીસ કર્મચારીઓ રાશની દુકાન પર લોકોની વધુ ભીડ ન થાય અને લોકો એક મીટર દૂર રહે અને લાઇન માં જ એક બિજા થી દુર રહે તે માટેના તકેદારીનાં ભાગરૂપે જરૂરી સુચનાઓ આપવામાં આવી હતી.
અહીં પોલીસ તંત્ર ખડેપગે રહીને લોકો ની સેવા કરતું જોવા મળ્યું.અને રાબેતા મુજબ રાસન કાર્ડ ધારકોને શાંતિપૂર્ણ રીતે રાસન વિતરણ કરવામાં આવી રહ્યું છે.
રિપોર્ટર-એજાજ કાજી ,શહેરા.