*પરપ્રાંતીયોને વતન જવા સરકાર તમામ મદદ કરશે. શ્રમિકો ધીરજ રાખે તમામ વ્યવસ્થા કરવામાં આવશે. મુખ્યમંત્રીશ્રી*
*રાજકોટ શહેર તા.૫.૫.૨૦૨૦ ના રોજ રાજયના વિકાસમાં પરપ્રાંતીયોનો મહત્વનો ફાળો છે. તેમ જણાવી તેમણે ઉમેર્યું કે મોટી સંખ્યામાં પરપ્રાંતીયો વતનમાં જવા આતુર છે. પણ એક બે ચાર દિવસમાં આ કામગીરી થઈ શકે છે. સરકાર વ્યવસ્થા કરી રહી છે. રાજયમાં કામ કરતા પરપ્રાંતીયોને વતન ઉતર પ્રદેશ, બિહાર, ઝારખંડ અને ઓરિસ્સા સહિતના રાજયોમાં મોકલવા માટે કામગીરી શરૂ કરવામાં આવી છે. ૩૫ ટ્રેનો દ્વારા ૪૨ હજાર શ્રમિકોને આગામી સમયમાં તેમના વતન મોકલવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે રાજયના અલગ અલગ વિસ્તારમાં કામ કરતા પરપ્રાંતીયોને પોતાના વતનમાં જવા માટે નજીકના સ્થળેથી જ ટ્રેન મળે તેવી વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ટ્રેન ઉપરાંત આગામી સમયમાં અન્ય વ્યવસ્થા પણ કરવામાં આવશે. પરપ્રાંતીયોએ તેમના વતન જવા માટે કલેકટર કચેરીએ ગોઠવાયેલી વ્યવસ્થા મુજબ ઓનલાઈન નોંધણી કરાવવાની રહેશે એ માટે કલેકટર કચેરીએ જવાની જરૂર નથી.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*