પાટણ જિલ્લાની ત્રણ દિવસની મુલાકાતે આવેલા ભૂજ રેન્જ આઈ જી સુભાષ ત્રિવેદી અને પાટણ જિલ્લા પોલીસ અધિક્ષકે શનિવારે સાંજે શહેરના વિવિધ માર્ગો પર લોક ડાઉનનો ચુસ્ત અમલ કરાવવા પોલિ કાફલા સાથે ફ્લેગ માર્ચ કરી હતી. અને લોકોને ઘરમાં રહો સુરક્ષિત રહોનો સંદેશો આપ્યો હતો.શહેરના બગવાડા દરવાજાથી ફ્લેગ માર્ચ શરૂ કરવામાં આવી હતી.ત્યારે આઈજી સુભાષ ત્રિવેદીએ શહેરીજનોને કોરોના મહામારીમા લોકો લોક ડાઉનનો અમલ કરી ઘરમાં જ રહે. મહોલ્લા,પોળોમાં ખુલ્લેઆમ ન ફરે તેવો સંદેશો આપ્યો હતો.સાથેજ પોલિસ તંત્ર દરેક નાગરિક ની સાથેજ છે.ફ્લેગ માર્ચમાં પાટણ એ અને બી ડિવિઝન પોલીસ સ્ટફ,ડીવાયએસપી,પીઆઈ, પીએસઆઈ, સહિતનો કાફલો જોડાયો હતો.રેન્ડ આઈજી અને પાટણ જિલ્લા પોલિસ અધિક્ષકે સિદ્ધપુર તાલુકાના કોરોના હોટ સ્પોટ એવા નેદ્રા ગામની મુલાકાત લીધી હતી.અને ગામના સરપંચ તથા ગામના આગેવાનો સાથે ચર્ચા કરી કોઈપણ વ્યક્તિ લોકડાઉનનો ભંગ ન કરે અને સલામત તેમજ સાવચેતી પૂર્વક પોતાના ઘર માસ જ રહે તેવી અપીલ કરી હતી.ગામના દરેક પરિવારને જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓ વહીવટીતંત્ર દ્વારા મળી રહે તેવી વ્યવસ્થા કરાવામાં આવા છે તેમ જણાવવામાં આવ્યું હતું.