સમગ્ર દેશમાં કોરોનાવાયરસે હાહાકાર મચાવ્યો છે ત્યારે આ વાઇરસને રોકવા માટે સમગ્ર દેશમાં lockdown કરાયું છે
આવા કપરા સમયે ગુજરાત રાજ્ય સરકાર પણ પ્રજાજનોની સાથે ખડે પગે સેવા બજાવી રહી છે
આજ થી ગુજરાત રાજ્ય સરકાર દ્વારા સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે એપ્રિલ માસ નું અનાજ વિતરણ કરવામાં આવી રહ્યું છે
અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં પણ સરકાર માન્ય સસ્તા અનાજની દુકાનો પરથી વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે આ સંદર્ભમાં બગસરા શહેરના અંત્યોદય અને P,H,H, રેશનકાર્ડ ધરાવતા પરિવારોને બગસરા શહેરની ૧૧ જેટલી સસ્તા અનાજની દુકાનો દ્વારા ઘઉં, ચોખા, ખાંડ, મીઠું, અને દાળનૂ એપ્રિલમાંસ પૂરતું વિનામૂલ્યે વિતરણ કરવામાં આવી રહ્યું છે તેમજ સસ્તા અનાજની દુકાનો ની મુલાકાત કરતા આ અનાજ વિતરણ સુચારુ અને સરળતાથી થઈ રહ્યું છે તેવૂ જોવા મળેલ તેમજ આ વિતરણ વ્યવસ્થા મા કોઈ જાતની આ વ્યવસ્થા ના થાય તે માટે બગસરા પોલીસ દ્વારા પણ ચુસ્ત બંદોબસ્ત ની વ્યવસ્થા કરવામાં આવેલ છે અને લોકો પણ સોસયલ ડીસટંસ જાતે જ જાળવતા હોય તેમ પણ જોવા મળ્યું હતું
યુનુસ શેખ રીપોર્ટર બગસરા