*બાબરા ના રાણપર ગામની સીમમાં હનુમાન મંદિરે સળગાવેલું માનવ કંકાલ મળ્યું*
(સળગાવેલું કંકાલ કોનું છે તે અંગે રહસ્ય ઘુંટાયું)
બાબરા.અમરેલી.
બાબરા ના રાણપર ગામની સીમમાં ચેતન હનુમાન મંદિર આવેલું છે. ગઈકાલે ૮ એપ્રિલે હનુમાન જંયતી હોય લોકો દર્શને આવ્યા હતા. લોકોએ મંદિર ની ઓરડી ખોલી જોતા અંદર સળગેલી હાલત માં માનવ કંકાલ જોયું હતું. આથી પોલિસને જાણ કરતા બાબરા તાલુકા પોલિસ ઘટનાસ્થળે દોડી આવી હતી. તેમજ એફએસએલ ની ટીમ દોડી આવી હતી. કંકાલ સ્ત્રીનું હોવાનું ડોક્ટર નું પ્રાથમિક તારણ છે. કંકાલ ના અલગ અલગ ટુકડાઓ ભાવનગર ની ફોરેન્સિક લેબ ખાતે મોકલવામાં આવેલ છે. બાદમાં રીપોર્ટ આવ્યા બાદ જ સાચુ કારણ જાણી શકાશે. આ મંદિર માં છેલ્લા પાંસ વર્ષથી એક સાધુ અને સાધ્વી રહેતા હતા હાલ બંનેમાં થી કોઈ હાજર નથી. સળગાવેલું કંકાલ કોનું છે તે અંગે રહસ્ય ઘુંટાતું જાય છે.
રીપોર્ટર:
આદીલખાન પઠાણ
બાબરા