Gujarat

ભારત સરકાર તરફથી ૨૪.૦૦૦ કોવિડ-૧૯ રેપિડ ટેસ્ટિંગ કીટનો જથ્થો ગુજરાત પહોંચ્યો

*ભારત સરકાર તરફથી ૨૪.૦૦૦ કોવિડ-૧૯ રેપિડ ટેસ્ટિંગ કીટનો જથ્થો ગુજરાત પહોંચ્યો*

*ભારત સરકાર તરફથી ગુજરાતને ૨૪.૦૦૦ કોવિડ-૧૯ રેપિડ ટેસ્ટિંગ કીટનો પ્રથમ જથ્થો આજે મળી ચૂક્યો છે. ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચની ગાઈડલાઈન મુજબ કન્ટેઈનમેન્ટ ઝોન. હાઈ-રિસ્ક ઝોન અને અન્ય વિસ્તારોમાં ઝડપથી અને મોટા પાયે કોરોના સ્ક્રીનિંગ કરવામાં ખૂબ ઉપયોગી નીવડશે. રેપિડ ટેસ્ટીંગ કીટનો અન્ય જથ્થો ગુજરાત સરકારને આગામી ૨-૩ દિવસમાં પ્રાપ્ત થશે. આ રેપિડ ટેસ્ટીંગ કીટ દ્વારા પરિક્ષણમાં જે દર્દીઓ કોરોના પોઝિટીવ જણાય તેમનું ફરીવાર રેગ્યુલર R.T.P.C.R. ટેસ્ટ દ્વારા પણ પરિક્ષણ કરવામાં આવશે. આ કીટને કારણે ખૂબ ઝડપથી મોટી સંખ્યામાં કોરોના સંભવિત લોકોનું પરિક્ષણ કરી શકાશે. જે આ મહામારી પર ઝડપથી નિયંત્રણ મેળવવામાં અત્યંત ઉપયોગી બની રહેશે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200418-WA0066.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *