Gujarat

ભાવનગરમાં એસટીના પૈડાં થંભી જતા દૈનિક ૧૨ હજાર લોકોનું અટકયું પરિવહન

કોરોના સંક્રમણ અટકાવવા એસટીની સેવા ૨૫ મી સુધી સ્થગિત કરાઈ છે ત્યારે ભાવનગરમાં દૈનિક સરેરાશ ૧૨ હજાર મુસાફરોનું પરિવહન અટકી પડું છે. હાલની સ્થિતિમાં પરિવહન ઓછામાં ઓછું થાય અને લોકી યાં છે ત્યાં જ રહે તે લોક હિતમાં છે ત્યારે એસટી સેવા સ્થગિત કરાતા આ પ્રયોગ મહદઅંશે સફળ થશે તેમ કહી શકાય.

જોકે, એસટી સેવા ગ્રામ્ય જીવનની લાઈફ લાઇન છે ત્યારે સેવા સ્થગિત કરાતા અવળી અસર પણ પડશે જ. હાલ તો પરિવહન પર અંકુશ લાવવા સરકારે આ પગલું ઉઠાવ્યું છે. ભાવનગર એસટી તંત્રને પણ દૈનિક ૨૫લાખનો વેપાર જતો કરવો પડી રહ્યો છે.

ભાવનગર ડિવિઝનના ૮ ડેપો મારફત ૩૨૯ લોકલ અને એકસપ્રેસ બસો સેવામાં છે જે દૈનિક ૧.૫૧ લાખ કિલોમીટર  રોજીંદો પ્રવાસ ખેડે છે. ભાવનગરના વિભાગીય નિયામક પટેલે જણાવ્યું હતું કે, સેવા બધં છે એ સમયમાં તમામ ડેપો, કચેરીઓ અને સંકુલોમાં દિવસમાં બે વાર સધન સફાઈની કામગીરી કાર્યરત છે. સ્થાનિક સ્ટાફને બોલાવી મિકેનિકલ, સફાઈ અને કલેરીકલ તેમજ સુરક્ષા સહિતના કાર્યેા થઈ રહ્યા છે

image_1584956910.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *