- પાટણ ની મુલાકાતે રેન્જ આઈ જી …
પત્રકારો સાથે સોસીયલ ડિસ્ટનસ રાખી યોજી પ્રેસ ….
પાટણ તા.૧૦
કચ્છ ભુજ બોર્ડર રેન્જ આઈ જી સુભાસ ત્રિવેદી એ શુક્રવારે સાંજે પાટણ એસપી કચેરી ખાતે પાટણના ઈલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પત્રકારો સાથે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી.આ પ્રેસ કોન્ફરન્સ મા તેઓએ પાટણ જિલ્લા ની સ્થિતિ નો ચિતાર આપ્યો હતો.
પાટણ શહેરમાં અને જિલ્લામાં લોકડાઉન માં થયેલ કામગીરી ની સમીક્ષા કરી હતી.
પાટણ જિલ્લા પોલીસ અધિક્ષક એ સિદ્ધપુર તાલુકા ના ગામડાઓ તેમજ જિલ્લા ને સ્પર્શતી 17 જગ્યાઓ શીલ કર્યા ની માહિતી આપી હતી. અને લોકડાઉન નો ચુસ્ત પણે અમલ થાય તે માટે કેવા પગલાં ભરવા જોઈએ તે માહિતી આપી હતી.
આ ઉપરાંત છેલ્લા 17 દિવસ મા કાયદાકીય કામગિરી મા અંદાજે 1500 વાહનો તેમજ 1500 જેટલા વ્યક્તિઓ સામે 144 મુજબ કામગીરી અને 542 જેટલા વ્યક્તિઓ સામે એફ આઈ આર કર્યા ની માહિતી આપી
3 દિવસ શુધી પાટણ જિલ્લા ની મુલાકાત મા વિવિધ જગ્યાઓ પર પોલીસ તંત્ર ની કામગીરી તપાસ સહિત ફલેગ માર્ચ ફુટ માર્ચ જેવા પગલાં ભરાશે તેવું રેન્જ આઇજી એ પત્રકારો સમક્ષ જણાવ્યું હતું.
ધવલ ઠકકર પાટણ