માનવી તો પેટ ભરી લે પણ મૂંગા જાનવર ક્યાં જાય?
જાફરાબાદમાં આગેવાનો વહેલી સવારથી નીરણ લઇ તમામ માલઢોરને તૃપ્ત કર્યા
-અનોખી માનવસેવા જોવા મળી
હાલમાં લોકડાઉન છે ત્યારે અનેક સામાજિક સંસ્થાઓ આગેવાનો ફ્રુડ પેકેટ તેમજ ભોજનની વ્યવસ્થા કરી રહ્યા છે પણ મૂંગા જાનવરો ક્યાં જાય તેવો વિચાર જાફરાબાદના આગેવાનોને આવ્યો અને અનોખી માનવતા દેખાડી
જાફરાબાદમાં આજે વહેલી સવારે નીરણની રીક્ષા ભરી આખા શહેરમાં જ્યાં જ્યાં મૂંગા પશુ ઓ હતા ત્યાં જઈને માલઢોરને નીરણ વિતરણ કર્યું આગેવાનો પૂર્વ સંસદીય સચિવ હીરાભાઈ સોલંકી સરમણભાઇ બારૈયા વિરમસિંહ જાડેજા ભાવેશભાઈ સોલંકી ચેતનભાઈ શિયાળ સહિતના આગેવાનો અંદાજિત ૫૦૦ થી વધારે માલઢોરને નીરણ પૂરું પડી અનોખી માનવતા જોવા મળી હતી
આ બાબતે પૂર્વ સંસદીય સચિવ શ્રી સોલંકીએ જણાવ્યું હતું કે ગૌ સેવા એજ પ્રભુ સેવા હાલમાં લોકડાઉનની સ્થિતિ છે ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ કાર્યરત છે માનવી તો એનું પેટ ભરી શકે પણ આ મૂંગા જાનવરો શું કરે ?ત્યારે આજે જાફરાબાદ શહેરમાં જ્યાં જ્યાં રખડતા ઢોર તેમજ ગાયો જેમાં ૩૩ કરોડ દેવતાઓ વાસ કરે છે તેના માટે નીરણની વ્યવસ્થા કરી તમામ જગ્યાએ પહોંચાડી એક સામાજિક નૈતિક જવાબદારી નિભાવી હતી.