Gujarat

મુખ્યમંત્રીઓ સાથે PM મોદીની બેઠકમાં કેજરીવાલે લોકડાઉન લંબાવવાની કરી માગ

 

પીએમ મોદીએ માગ્યા સૂચનો

મુખ્યમંત્રીઓ સાથેની બેઠક આજે સવારે 11 વાગ્યાથી શરૂ થઈ ગઈ છે. આ બેઠકમાં પીએમ મોદીએ કોરોના વાઈરસની વર્તમાન પરિસ્થિતિને લઈને ચર્ચા કરી છે. સાથે જ કોરોના વાઈરસથી છુટકારો મેળવવા રાજ્યો પાસે સૂચનો માગ્યા છે. પીએમ મોદીએ મુખ્યમંત્રીઓને કહ્યુ કે આપ સૌ પાસે 24*7 છે. આ બેઠકમાં સ્વાસ્થ્ય મંત્રાલયે કોરોના વાઈરસે લઈને પ્રેઝન્ટેશન પણ આપ્યુ.

કેજરીવાલે લોકડાઉન લંબાવવાની કરી માગ

દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે આ બેઠકમાં 30 એપ્રિલ સુધી લોકડાઉન લંબાવવાની માગ કરી છે. સીએમ કેજરીવાલે કહ્યુ કે લોકડાઉન વધારવાનો નિર્ણય

રાષ્ટ્રીય સ્તરે હોવો જોઈએ. રાજ્ય પોતાના સ્તરે નિર્ણય કરશે તો તેટલી અસર નહીં થાય. કોઈક પ્રકારની ઢીલ આપવામાં આવે તો કોઈ પણ ભોગે ટ્રાન્સપોર્ટ ખુલવો જોઈએ નહીં. ના ટ્રેન, ના માર્ગ અને ના એર ટ્રાન્સપોર્ટ.

કોરોના સંકટને જોતા 24 માર્ચે દેશમાં 21 દિવસનું લૉકડાઉનનુ એલાન કરાયુ હતુ. 25 માર્ચથી શરૂ થયેલા દેશવ્યાપી લોકડાઉનનો છેલ્લો દિવસ 14 એપ્રિલ છે. લોકડાઉનના દેશમાં કોરોના દર્દીઓની સંખ્યા ઝડપથી વધી રહી છે. સરકાર લોકડાઉન વધારવા પર વિચાર કરી રહી છે.

દેશમાં કોરોના વાઈરસના સંક્રમિત દર્દીઓમાં વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધી દેશમાં 6700થી વધારે લોકો કોરોના વાઈરસની ચપેટમાં આવી ચૂક્યા છે. કોરોના વાઈરસના કહેરથી છુટકારો મેળવવા માટે દેશમાં 21 દિવસનું લોકડાઉન લાગુ છે. જોકે આ લોકડાઉનને આગળ વધારવામાં આવે કે નહીં, આ મુદ્દે વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે નિર્ણય લઈ શકે છે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે દેશના અલગ-અલગ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સ દ્વારા બેઠક કરશે. આ બેઠકમાં દેશમાં લોકડાઉનને આગળ વધારવામાં આવશે કે નહીં, આ વિશે નિર્ણય થઈ શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *