*મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ તેમના નિવાસસ્થાનેથી રાજકોટ શહેરના સાંસદો અને ધારાસભ્યો સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી વાતચીત કરી હતી.*
*તા.૨૦.૪.૨૦૨૦ ના રોજ મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી એ રાજ્યમાં કોરોના થી વધુ પ્રભાવિત જિલ્લાઓ અને મહાનગરોના પ્રજાકીય પ્રતિનિધિઓ સાથે વિડિયો કોન્ફરન્સ સંવાદના શરૂ કરેલા ઉપક્રમમાં આજે તેમણે મુખ્યમંત્રી નિવાસ સ્થાનેથી ભાવનગર અને રાજકોટ ના સાંસદો અને ધારાસભ્યો સાથે વિડિયો કોન્ફરન્સ માધ્યમથી વાતચીત કરી સ્થાનિક સ્તરેથી આ જન પ્રતિનિધિઓના ફીડબેક મેળવ્યા હતા. અને જરૂરી માર્ગદર્શન આપ્યું હતું. શ્રી. વિજયભાઈ રૂપાણી એ ખાસ કરીને નગરપાલિકા મહાનગરપાલિકા વિસ્તાર સિવાયના વિસ્તારોમાં ઉદ્યોગ એકમો શરૂ થઈ રહ્યા છે. ત્યારે ત્યાં પણ સોશિયલ ડિસ્ટન્સ નોર્મસ જળવાય એટલુ જ નહિ કામદારો શ્રમિકો માટે કામકાજના સ્થળે એટલે કે ઉદ્યોગ એકમ માં જ રહેવા જમવા વગેરેની વ્યવસ્થા રહે તેવી જે સૂચનાઓ રાજ્ય સરકારે આપી છે. તેનું પાલન થાય તે જોવા જનપ્રતિનિધિઓને તાકીદ કરી હતી. ખાસ કરીને વેરાવળ શાપર. હડમતાલા. પડાળા અને અલંગના ઉદ્યોગો શરૂ થઈ રહ્યા છે. તેમાં આ કાળજી લેવાય તે માટે તેમણે ખાસ ભાર મૂક્યો હતો. ભાજપા પ્રદેશ અધ્યક્ષ અને વિધાયક જીતુભાઈ વાઘાણી રાજ્ય મંત્રી વિભાવરી બહેન દવે. સાંસદ મોહનભાઈ કુંડારિયા. ભારતીબહેન શિયાળ. રમેશભાઈ ધડુક અને ધારાસભ્યો ગોવિંદભાઈ પટેલ. અરવિંદભાઈ રૈયાણી. લાખાભાઇ વગેરે પોત પોતાના ક્ષેત્રો માંથી આ વીડિયો કોન્ફરન્સમાં જોડાયા હતા. અને મુખ્યમંત્રીશ્રી ને પોતાના વિસ્તારોની કોરોના પ્રભાવિત સ્થિતિ તેમજ રાજ્ય સરકારના લેવાય રહેલા પગલાઓથી અવગત કર્યા હતા. આ લોક પ્રતિનિધિઓ એ રાજ્ય સરકારના આરોગ્ય અને પોલીસ સહિતના વિભાગોની કામગીરીની તેમજ રાજ્ય સરકારે ગરીબો મઘ્યમ વર્ગીય પરિવારો માટે કરેલા મફત અનાજ વિતરણ આયોજન વગેરેની પ્રસંશા પણ કરી હતી*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*