Gujarat

મોરબી : મહિલાને રસ્તામાં જ 108માં પ્રસુતિ કરાવાઈ

 

મોરબી : મહિલાને રસ્તામાં જ 108માં પ્રસુતિ કરાવાઈ

મોરબી : લોકડાઉનની સ્થિતિ વચ્ચે અંતરિયાળ ગ્રામીણ વિસ્તારોમાં રહેતા લોકોને ઇમરજન્સી સમયે 108 હેલ્પલાઇન સેવા ખૂબ મહત્વની સાબિત થઈ રહી છે. આમરણ વિસ્તારમાં રહેતી એક મહિલાને પ્રસુતિની પીડા ઉપડતા 108ની સેવા લેવામાં આવી હતી. જો કે 108 એમ્બ્યુલન્સ હોસ્પિટલે પહોંચે એ પહેલાં જ મહિલાએ 108માં જ નવજાતને જન્મ આપ્યો હતો.

અને બુધવારના રોજ ખાનપર ગામના વાડી વિસ્તારમાં પપ્પુબેન નામની મહિલાને પ્રસુતિની પીડા ઉપડતાં 108 એમ્બ્યુલન્સ માટે કોલ કરવામાં આવ્યો હતો. આથી આમરણ લોકેશનની એમ્બ્યુલન્સને સવારે ૪:૦૦ વાગે કેસ મળેલ. પ્રસુતાને એમના વાડી વિસ્તારમાંથી લઈ હોસ્પિટલ તરફ જતી 108 એમ્બ્યુલન્સ જ્યારે મોરબીમાં રોડ પર પહોંચતા ત્યારે પ્રસૂતિનો અસહ્ય દુ:ખાવો ઉપાડતા 108ના સ્ટાફ ઇએમટી નિતેષભાઈ ભીમાણી અને પાઇલોટ ભાવેશભાઈ એ એમ્બ્યુલન્સ રોડની બાજુમાં પાર્ક કરી મહિલાને સફળતા પૂર્વક ડિલિવરી કરાવી મોરબી સીવીલ હોસ્પિટલમાં ખસેડી હતી

રીપોર્ટ…આશિફ ખોરમ મોરબી

IMG-20200214-WA0000.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *