જામકંડોરણા તાલુકા ના ખેડૂતો ની સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ છે ત્યારે સૌ પ્રથમ કમોસમી વરસાદ ને કારણે ડુંગળી અને તલી નું વાવેતર કરેલ હતું ત્યાર બાદ કોરોના વાઇરસ ને કારણે સમગ્ર દેશ મા લોકડાઉન જાહેર કરવામાં આવેલ હતું ત્યારે ખેડૂતો પોતાના ખેતરે જઈ શકતા ન હતા ત્યાર બાદ કમોસમી વરસાદ ને કારણે ડુંગળી અને તલી નો સમગ્ર પાક નિષ્ફળ ગયો હતો અને ખેતર માં પણ જે બિયારણ વગેરે નો પાક સારો થાય તે માટે ઉપયોગ કરેલ હતો તેનો ખર્ચો પણ તેઓ ને માથે પડ્યો હતો અને તેઓ ની સ્થિતિ અત્યારે ખૂબ જ ખરાબ બની ગઈ છે..ઉપરાંત વાવેતર બાદ જે વરસાદ થયો ત્યાર બાદ તલી ની જે માવજત કરવાની હતી તેમાં ઘણું નુકશાન થયું ત્યાર બાદ લોકડાઉન થયું ત્યારે જે માવજત કરવાની હતી તેથી ખેડૂતો વાડી એ આવી શક્યા નહિ પરપ્રાંતિય મજુરો પોતાને વતનમાં ચાલ્યા ગયા છે તેથી ખેડૂત ના પરીવાર જનો ને ખેત મજુરી કરવા માટે જાવું પડે છે અને અત્યારે તલ્લી પાક ઉપર આવી તો હાલ ના સમય માં કમોસમી વરસાદ ને કારણે પાક સમગ્ર નિષ્ફળ થયો એટલે વિધે ૧૦૦૦ થી ૧૫૦૦ નો ખર્ચો કર્યો હોય તે પણ ખર્ચો માથે પડ્યો તેમજ અંદાજે તેઓ ના જણાવ્યા મુજબ ૧,૦૦,૦૦૦ થી ૧,૫૦,૦૦૦ નું નુકશાન
ખેડૂતો ને જવા પામ્યું હતું માવઠા ને કારણે ખેડૂતો ની માઠી દસા આ વરસાદ ને કારણે ડુંગળી તલી જેવાં અનેક પાકો ને નુકશાન.પહેલા કમોસમી વરસાદ ત્યાર બાદ નડ્યુ લોકડાઉન અને પછી ૨-દિવસ પહેલા માવઠુ થતા ખેડૂતોના પાકને ભારે નુકશાન હવે ખેડૂતો અવઢવમાં…
રિપોર્ટ વિપુલ ધામેચા ધોરાજી