Gujarat

રાજકોટ ટ્રકચાલક મિત્ર મારફતે ૨ લિટરના દારૂના ૫૯ જગ મંગાવનાર નહેરુનગરનો શખ્સ દારૂનો જથ્થો લઈને આવતા ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો

*રાજકોટ ટ્રકચાલક મિત્ર મારફતે ૨ લિટરના દારૂના ૫૯ જગ મંગાવનાર નહેરુનગરનો શખ્સ દારૂનો જથ્થો લઈને આવતા ક્રાઇમ બ્રાન્ચે દબોચી લીધો હતો.*

*રાજકોટ શહેર તા.૨૬/૯/૨૦૨૦ ના રોજ રાજકોટ શહેર D.C.B P.I વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ P.S.I એસ.વી.સાખરા અને તેમની ટિમ પેટ્રોલિંગમાં હતી. દરમિયાન મોહસીનખાન મલેક અને સંજયભાઈ ચાવડાને મળેલી બાતમી આધારે ધીરેનભાઈ માલકીયા, મહેશભાઈ મંઢ, હિરેનભાઈ સોલંકી, દીપકભાઈ ડાંગર, યોગીરાજસિંહ જાડેજા, જયપાલસિંહ ઝાલા અને કિરીટસિંહ ઝાલાને સાથે રાખીને ન્યુ નહેરુનગર શેરીનં.૮ માં દરોડો પાડી જયેશ દેવાયતભાઈ બરારીયા નામના શખ્સને R.C બ્રાન્ડના ૨૯ અને સિગ્નેચર બ્રાન્ડના ૩૦ સહીત ૨ લિટરના દારૂના ૫૯ જગ જેની કિંમત.૮૮,૫૦૦ થતી હોય તેની સાથે ધરપકડ કરી મુદામાલ કબ્જે કર્યો હતો. પ્રાથમિક પૂછતાછમાં તેનો મોરબી રહેતો મિત્ર ટ્રક ચલાવતો હોય અને પોતાને સ્કૂલવેનનો ધંધો બંધ થઇ ગયો હોવાથી મિત્રને કહી મોરબીથી દારૂનો જથ્થો મંગાવ્યો હતો મોરબીથી રાજકોટ દારૂ લઈને આવતા જ પોલીસે દબોચી લીધો હતો.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200926-WA0085.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *