.. *રાજકોટ ના રીબડા મુકામે 7000 દિપો થી “ગુજરાત પોલીસ આપની સેવામાં” લખી SGVP ગુરુકુળ દ્વારા રાષ્ટ્રીય એકતાનો આપ્યો અનેરો સંદેશો*
શ્રી સ્વામિનારાયણ ગુરુકુળ વિશ્ર્વ વિદ્યા પ્રતિષ્ઠાનમ્ (SGVP) અમદાવાદના આદરણીય અધ્યક્ષ પૂજ્ય માધવપ્રિયદાસજી સ્વામી તથા પૂજ્ય બાલકૃષ્ણદાસજી સ્વામીની પ્રેરણાથી SGVP રીબડા ખાતે આજે રાત્રે 9:00 કલાકે ગુરુકુળના વિશાળ ક્રિકેટ ગ્રાઉન્ડમાં 7000 દિવડાઓ પ્રગટાવી જેના દ્વારા *”ગુજરાત પોલીસ આપની સેવામાં”* *રાજકોટ ગ્રામ્ય SGVP રીબડા* સુત્રો દ્વારા કોરોના વાઈરસ ને અટકાવવા સતત રાત દિવસ જનતાની સેવા કરતા પોલીસ કર્મીઓ મેડીકલ કર્મીઓને બિરદાવ્યા હતા
આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આદેશ અનુસાર રાષ્ટ્રીય એકતાના સમર્થનમા SGVP રીબડા ખાતે ઉજવવામાં આવેલ રાષ્ટ્રીય એકતા દિપોત્સવ પ્રસંગે ગુરુકુળ રીબડા ના સંચાલક શ્રી પૂજ્ય ધર્મ વત્સલદાસજી સ્વામી, રીબડાના રાજવી પરિવારના ક્ષત્રિય અગ્રણીશ્રી અનિરૂદ્ધસિંહબાપુ જાડેજા, રાજકોટ જિલ્લાના એસ. પી શ્રી બલરામ મીણા સાહેબ, ગોંડલના ડીવાયએસપી શ્રી ઝાલા સાહેબ, જાડેજા સાહેબ, સંસ્થાના ટ્રસ્ટી શ્રી પરસોતમભાઈ બોડા, અશ્ર્વીનભાઇ વઘાસીયા, શાપર વેરાવળ ના પી એસ આઇ શ્રી કુલદીપસિંહ ગોહીલ સાહેબ, હરયાણી સાહેબ, ગોંડલના પી એસ આઇ શ્રી જાડેજા સાહેબ પરમાર સાહેબ, રીબડાના રાજવી પરિવાર ના ક્ષત્રિય યુવા અગ્રણીશ્રી રાજદીપસિહબાપુ જાડેજા, શકિતસિંહબાપુ જાડેજા, શાપર જય સરદાર યુવા ગૃપના દિલીપભાઈ મુંગરા, પુનીતભાઈ મુંગરા, નમો સેના ઈન્ડિયાના સંજયભાઈ ગોસ્વામી, રાજકોટ શાપરના પત્રકાર મિત્ર શ્રી ઇબ્રાહિમભાઈ ખોખર, ટીવી 9 ની ટીમ, ઇ ટીવી ગુજરાતી ટીમના ભાવેશભાઇ, જાવિદભાઈ ગુર્જર, સદામબાપુ બુખારી વિગેરે ઉપસ્થિત રહ્યા હતા તથા સમગ્ર વિશ્વમાં કોરોના વાઈરસ ની સામેની જંગમાં રાષ્ટ્રીય એકતાનો અનેરો સંદેશો આપ્યો હતો. રિપોર્ટર.જાવીદ.ગુર્જર. કેમેરામેન. ઈબ્રાહીમ.ખોખર. શાપર.વેરાવળ.