Gujarat

રાજકોટ મોરબી હાઈવે પર મળી આવી સરકારી ચણા દાળની અસંખ્ય કોથળીઓ.*

*રાજકોટ મોરબી હાઈવે પર મળી આવી સરકારી ચણા દાળની અસંખ્ય કોથળીઓ.*

*તા.૮.૪.૨૦૨૦ રાજકોટ મોરબી હાઈવે પર કચરો ડમપીગ કરવાની જગ્યાએ મોટ્ પ્રમાણમાં સરકારી ચણા દાળની કોથળીઓ ખાલી હાલતમાં મળી આવતા અનાજ કૌભાંડીઓએ આ કોથળીઓ માંથી અનાજ કાઢીને તેનુ બારોબાર વેચાણ કરી દિધુ હોવાની આશંકાથી તંત્ર દોડતુ થયુ છે. ડેપ્યુટી કલેક્ટર દ્વારા આ બાબતે ડમપીગ સાઈડની જાત તપાસ કરી આગળના પગલાઓ લેવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ગરીબોને મળતા અનાજ પર ભ્રષ્ટાચારી ગીધડાઓ દ્વારા આવુ હલકુ કામ કરતા લોકોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠયો છે. આ કૌભાંડમાં રેશનીંગના દુકાનદારોથી લઈને સરકારી કમેચારીઓની પણ સંડોવણીની આશંકા હોય. તાત્કાલિક ધોરણે આ બાબતની તપાસ કરી આવા તત્વોને જેલ ભેગા કરવા જોઈએ. તેવી લોકોની માંગણી છે. એક તરફ લોકડાઉનમાં ગરીબ પરિવારો સુધી સરકારી અનાજ પણ માંડ પહોંચી રહ્યું છે. તેવામાં આટલા પ્રમાણમાં કોથળીઓનો જથ્થો મળી આવતા અનેક સવાલો ઉભા થયા છે. શું આ તમામ જથ્થો કોઈ એક વ્યક્તિ પાસે પહોંચ્યો હતો. શું સરકારી અનાજ માં થયું છે મોટા પ્રમાણ માં ભ્રષ્ટાચાર. રાજકોટ જિલ્લા કલેક્ટર ને આ બાબતે જાણ કરાતા તેઓ એ આ અંગે તપાસના આદેશ આપ્યા છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200409-WA0013-1.jpg IMG-20200409-WA0002-0.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *