Gujarat

રાજકોટ શહેરના દાદા-દાદીએ જીવન પર્યત બચાવેલી મૂડીમાંથી ૫૧-૫૧ હજાર રૂપિયાનું દાન મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપ્યું.

*રાજકોટ શહેરના દાદા-દાદીએ જીવન પર્યત બચાવેલી મૂડીમાંથી ૫૧-૫૧ હજાર રૂપિયાનું દાન મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપ્યું.*

*રાજકોટ શહેર તા.૨૪.૪.૨૦૨૦ ના રોજ મૂળ જૂનાગઢ જિલ્લાના વિસાવદર તાલુકાના મોટી મોણપરી ગામના અને હાલ રાજકોટ રહેતા લાલભાઈ અરજણભાઈ કાનાણી ઉ.૯૪ અને તેમના પત્ની રૂપાઈબેન કાનાણી ઉ.૮૭ ને વિચાર આવ્યો કે, હાલ જ્યારે માનવી પર કોરોના રૂપી આફત આવી પડી છે ત્યારે રાષ્ટ્રકાજે કઈક કરવું. તેથી આ દાદા-દાદીએ નક્કી કર્યું કે પોતાની જીવન પર્યત બચાવેલી મૂડીમાંથી ૫૧-૫૧ હજાર રૂપિયા કોરોના વાઇરસ અંતર્ગત મુખ્યમંત્રી રાહત નિધિ ફંડમાં આપવા. આમ દાદા-દાદીએ ૫૧-૫૧ હજાર રૂપિયા એમ બન્નેએ મળીને કુલ ૧ લાખ ૨ હજાર રૂપિયા સ્વતંત્ર બચતમાંથી રાષ્ટ્ર સેવામાં અર્પણ કર્યા. લાલભાઈ કાનાણી અને તેમના પત્ની રૂપાઈબેન કાનાણીએ રાજકોટ જિલ્લા કલેક્ટર કચેરીએ જઈને કલેક્ટર રેમ્યા મોહન ને ૫૧-૫૧ હજાર રૂપિયાના ચેક અર્પણ કર્યા. આનંદની વાત એ છે કે ગુજરાતના જૈફ વયના પ્રથમ દાતા અને માજી ધારાસભ્યશ્રી કે જેઓના દાનથી પ્રભાવિત થઈને થોડા દિવસ પહેલા જ વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઈ મોદીએ જેમની સાથે ટેલિફોનિક વાતચીત કરી હતી. તેવા રત્નાબાપા ઠુમ્મર અને લાલભાઈ કાનાણી બન્ને ખાસ મિત્ર છે. અને આ દાદા-દાદી રાજકોટના એક પ્રતિષ્ઠિત સ્ત્રીરોગ નિષ્ણાત એવા ડો. પ્રવિણભાઈ કાનાણી ના માતા-પિતા છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200424-WA0288.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *