Gujarat

રાજકોટ શહેરની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવા હોસ્પિટલના મેનેજમેન્ટ નિર્ણય જાહેર કર્યો છે.*

*રાજકોટ શહેરની ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવા હોસ્પિટલના મેનેજમેન્ટ નિર્ણય જાહેર કર્યો છે.*

*રાજકોટ શહેર તા.૨૯.૪.૨૦૨૦ ના રોજ ક્રાઇસ્ટ હોસ્પિટલમાં હવે કોરોનાના દર્દીઓની વિનામૂલ્યે સારવાર કરવા હોસ્પિટલના મેનેજમેન્ટ નિર્ણય જાહેર કર્યો છે. વિનામૂલ્યે કોરોનાની સારવાર કરનાર ક્રાઇસ્ટ હોસ્પિટલ રાજયની પ્રથમ ખાનગી હોસ્પિટલ બની છે. રાજયમાં કોરોનાનો કહેર શરૂ થયા બાદ રાજકોટ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા કોરોના સામે લડવા માટે કોરોનાના ખાસ આઇસોલેશન બોર્ડ ઉભા કરવામાં આવ્યા છે. તેમાં સરકારી તથા ખાનગી હોસ્પિટલમાં આવા વોર્ડ તૈયાર કરાયા છે. જિલ્લા મથકે આવા ૧૦૦ બેડ તૈયાર કરાયા છે. રાજકોટની ખાનગી ક્રાઇસ્ટ હોસ્પિટલમાં કોરોનાના દર્દીઓ માટે પ૦ બેડનો ખાસ આઇસોલેશન વોર્ડ તૈયાર કરાયો છે. હોસ્પિટલમાં ૭૦ કર્મચારીઓ દર્દીઓની સેવા માટે ખડે પગે છે. આ ઉ૫રાંત હોસ્પિટલમાં ૧૦૦ જનરલ બેડ છે. જયાં અન્ય બિમારીઓ, રોગોની સારવાર કરવામાં આવે છે. હાલ કોરોનાને લીધે ૩ મે સુધી લોકડાઉન છે. ત્યારે લોકો બહાર નીકળી શકતા હોય સારવાર કરાવી શકતા નથી. ત્યારે તેમને હોસ્પિટલ દ્વારા ટેલીફોનિક સુવિધા સાથે તબીબો મરામર્શ કરી દર્દીઓને દર્દ નિવારવા અને સારવારમાં ઉપયોગી બને છે. આ ઉપરાંત ઇમરજન્સી સંજોગોમાં હોસ્પિટલ દ્વારા દર્દીઓને એમ્બ્યુલન્સની સેવા પણ આપવામાં આવે છે. અત્રેએ યાદ આપીએ કે તાજેતરમાં કોરોનાનો એક દર્દી ક્રાઇસ્ટ હોસ્પિટલમાં દાખલ થયો હતો. અને તેની સારવાર કરવામાં આવતા તે સંંપૂર્ણ સાજો થઇ જતા તેને જવા રજા અપાઇ હતી.*

*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*

IMG-20200429-WA0765.jpg

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *