*રાજકોટ શહેરમાં કોરોના પોઝિટિવ સગર્ભાએ દીકરાને જન્મ આપ્યો. પુત્રનું મોઢું મોબાઈલમાં જ જોઈ શકી.*
*રાજકોટ શહેર તા.૨૮.૪.૨૦૨૦ ના રોજ સગર્ભા મહિલા આરોગ્ય કેન્દ્રમાં તપાસ કરવા આવી અને કોરોના હોવાનું ખુલ્યુ હતું. હોસ્પિટલમાં દાખલ કર્યાના બીજા જ દિવસે સિઝેરીયનથી ડિલીવરી થઈ અને પુત્રનો જન્મ થયો. પુત્રને તુરંત જ માતાથી અલગ કરી સેમ્પલ લેવાની કામગીરી કરાઈ હતી. માતાને પુત્રનું મોઢુ ન જોવા મળતા તેને હજુ એવો વહેમ છે કે તેનુ બાળક બચી શક્યુ નથી. સવારથી રડી રહી છે. સાંજે મોબાઈલમાં તેણે પહેલી વખત પુત્રનું મોઢું જોયું ત્યારે તેને ધરપત થઈ હતી. સગર્ભાની વૃદ્ધ માતા પણ કોરોના પોઝીટીવ છે. બંને એક જ વોર્ડમાં દાખલ છે. પણ વૃદ્ધ માતાને નથી કહેવાયુ કે તેની દીકરી કોરોના પોઝિટીવ છે. અને ડિલીવરી થઈ છે.*
*રિપોર્ટર. દિલીપ પરમાર.*
*રાજકોટ.*